India vs China : ભારતે લીધો બદલો, ચીનને 3-0થી હરાવીને સેમિફાઈનલમાં કર્યું ક્વોલિફાય
India vs China Hockey Women’s Asian Champions Trophy 2024 : ભારતે શનિવારે (16 નવેમ્બર) હાલની ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ વિજેતા ચીનને 3-0થી હરાવીને ઉલટફેર કર્યો. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે સંગીતા કુમારી (32મી મીનિટ) અને કેપ્ટન સલીમા ટેટે (37મી મીનિટ)ની મદદથી બે મેદાની ગોલ કર્યા જ્યારે ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર દીપિકાએ (60મી મીનિટ) અંતિમ મીનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યો.
હવે દુનિયાની 9માં નંબરની ટીમ ભારત ચાર મેચમાં આઠ પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ચૂકી છે. ચીન ચાર મેચમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર સરકી ગયું છે. ભારત પોતાના રાઉન્ડ રોબિન અભિયાન રવિવારે જાપાન વિરૂદ્ધ પૂર્ણ કરશે. છ ટીમોના મહાદ્વીપિય ટૂર્નામેન્ટની ટોચની ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે.
આ મેચ પહેલા ચીનનો ગોલ સરેરાશ 21 હતો, જ્યારે ભારતનો 18 હતો. જોકે, આ બધુ બદલાઈ ગયું. થાઈલેન્ડને 13-0થી હરાવીને ભારતે 20 ગોલ કર્યા છે જ્યારે ચીનના 22 ગોલ છે. રાઉન્ડ રોબિન રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઈનલ રમશે. બંને ટીમો વચ્ચે અંતિમ મુકાબલો આ ફેબ્રુઆરીમાં એફઆઈએચ પ્રો લીગમાં થયો હતો અને બંને વખત ચીન જીત્યું હતું. ભારતે આ જીતની સાથે જ બદલો લઈ લીધો.
આ પણ વાંચો : પાકિસ્તાન બાદ ભારત પણ આવશે ચેમ્પિયન્સ ટ્રૉફી, PoK ટૂર કેન્સલ, જુઓ આખુ શેડ્યૂલ