WPL ઓક્શનની તારીખ થઇ જાહેર, જુઓ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની લીસ્ટ

WPLની તમામ ટીમોએ કુલ 60 ખેલાડીઓને રિટેન કર્યા હતા

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
WPL ઓક્શનની તારીખ થઇ જાહેર, જુઓ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની લીસ્ટ 1 - image
Image:Social Media

WPL 2024 Auction : વુમન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024)ના હરાજીની તારીખ સામે આવી ચુકી છે. BCCIએ ગઈકાલે જાહેરાત કરી હતી કે WPL હરાજીનું આયોજન 9 ડિસેમ્બરના રોજ થશે. આ હરાજી મુંબઈમાં થવાની છે. આ હરાજીમાં ઘણા ક્રિકેટરો પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સહિત લગભગ તમામ ટીમો આ હરાજી માટે તૈયાર છે. અગાઉ WPLની ટીમોએ કુલ 60 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જ્યારે ટીમોએ ઘણા મોટા ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌરને રિટેન કરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌર અને અમનજોત કૌરને રિટેન કરી છે. જ્યારે યુપી વોરિયર્સે એલિસા હીલી, દીપ્તિ શર્મા અને ગ્રેસ હેરિસને રિટેન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બેંગ્લોરે એલિસ પેરી, હીથર નાઈટ અને રેણુકા સિંહને રિટેન કરી છે. જ્યારે ગુજરાતે એનાબેલ સધરલેન્ડને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

WPLની ટીમો દ્વારા રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓ

મુંબઈ ઇન્ડિયન્સ

રિટેન ખેલાડીઓ : અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, હુમૈરા કાઝી, ઇસાબેલ વોંગ, જીંતિમની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સૈકા ઇશાક, યાસ્તિકા ભાટિયા

રિલીઝ ખેલાડીઓ : ધારા ગુજ્જર,હીદર ગ્રાહમ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રિટેન ખેલાડીઓ : આશા શોભના, દિશા કસાટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન

રિલીઝ ખેલાડીઓ : ડેન વાન નીકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝાદ, મેગન શુટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર

યુપી વોરિયર્સ

રિટેન ખેલાડીઓ : એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા

રિલીઝ ખેલાડીઓઃ દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ, શિવલી શિંદે, સિમરન શેખ

દિલ્હી કેપિટલ્સ

રિટેન ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મારીજાન કેપ, મેગ લેનિંગ, મીન્નુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ

રિલીઝ ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસ

ગુજરાત જાયન્ટ્સ

રિટેન ખેલાડીઓ: એશ્લે ગાર્ડનર, બેથ મૂની, દયાલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહા રાણા, તનુજા કંવર

રિલીઝ ખેલાડીઓઃ એનાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હર્લે ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુનિકા સિસોદિયા, સબ્બીનેની મેઘના, સોફિયા ડંકલે, સુષ્મા વર્મા

WPL ઓક્શનની તારીખ થઇ જાહેર, જુઓ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની લીસ્ટ 2 - image


Google NewsGoogle News