આ હોકી ખેલાડી દેશનું નામ રોશન કરી રહી છે, ને માતા-પિતાને ઘર ખાલી કરવાની નોટિસ મળી!

હોકી ટીમની ખેલાડી જ્યોતિ છેત્રીના માતા-પિતાને ઘર ખાલી કરવા તંત્રની નોટિસ

રોડ પહોળો કરવાનો હોવાથી સરકારી જમીન પર બનેલા જ્યોતિના ઘરને તોડવાની નોટિસ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
આ હોકી ખેલાડી દેશનું નામ રોશન કરી રહી છે, ને માતા-પિતાને ઘર ખાલી કરવાની નોટિસ મળી! 1 - image

Hockey Player Jyoti Chhetri : એકતરફ એફએચઆઈ પ્રો લીગ (FIH Pro League) મેચોમાં ભારતીય ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, તો બીજીતરફ ભારતીય ટીમની ખેલાડીના માતા-પિતાને ઘર ખાલી કરવાની નોટિસ અપાઈ છે. હોકી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમે પહેલા ઓસ્ટ્રેલિયાને માત આપી હતી, ત્યારબાદ ટીમે અમેરિકા સામે પણ જીત મેળવી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત ફૉરવર્ડ જ્યોતિ છેત્રીએ પણ શ્રેષ્ઠ રમત રમી ઘણી ચર્ચામાં આવી છે.

હોકી ટીમની ખેલાડીને ઘર ખાલી કરવાની નોટિસ

20 વર્ષિય જ્યોતિએ 18 ફેબ્રુઆરીએ અમેરિકા વિરુદ્ધ મેચમાં શ્રેષ્ઠ રમત રમી સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. આ મેચ જ્યાં રમાઈ રહી હતી, તે રાઉરકેલા સ્ટેડિયમ હતું અને તેનાથી બે કિલોમીટર દૂર જ્યોતિ છેત્રીનું ઘર આવેલું છે. જોકે હવે આ ઘર પર ગમે ત્યારે બુલડોઝર ફરી વડે તેવા અહેવાલો સામે આવ્યા છે.

સરકારી જમીન પર જ્યોતિ છેત્રીનું ઘર

મીડિયા અહેવાલો મુજબ સ્થાનિક અધિકારીઓએ જ્યોતિના પરિવારને ઘર ખાલી કરવાની નોટીસ ફટકારી છે. આ ઘરમાં જ્યોતિ ઉપરાંત તેમના માતા-પિતા અને ભાઈ રહે છે. પરંતુ લગભગ 20 વર્ષ પહેલા સરકારી જમીન પર બનેલા આ ઘરને રોડ પહોળો કરવાનો હોવાથી તોડવામાં આવી શકે છે.


Google NewsGoogle News