ગંભીરના હાથમાં આવતા જ T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમ કેટલી બદલાઈ ગઇ, જુઓ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ગંભીરના હાથમાં આવતા જ T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમ કેટલી બદલાઈ ગઇ, જુઓ 1 - image


Team India for Sri Lanka Tour 2024: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફાર  T20 ટીમમાં જોવા મળ્યો છે. રોહિત, કોહલી અને જાડેજાએ સંન્યાસ લીધા બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ પર T20 સીરિઝ રમનારી ટીમમાં મોટો ફેરફાર કરાયો છે.

ભારતીય ક્રિકેટ ટીમનું શ્રીલંકા પ્રવાસનું એલાન થઈ ગયું છે. T20 પ્રવાસ માટે સૂર્યકુમારને ટીમની કમાન સોંપવામાં આવી છે અને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવ્યા છે. બીજી તરફ વન ડે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે અને તેમાં પણ શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

પરંતુ અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારી ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા પ્રવાસ પર ગૌતમ ગંભીરની કોચિંગમાંજનારી ટીમ બદલાઈ ગઈ છે. અમે માત્ર T20માં આવેલા બદલાવ અંગે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

શ્રીલંકા પ્રવાસ માટે T20 વર્લ્ડ કપની વિનિંગ ટીમથી હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજૂ સેમસન, શિવમ દૂબે, અક્ષર પટેલ, અર્શદિપ સિંહ, મોહમ્મદ સિરાજ સામેલ છે. 

વર્લ્ડ કપની વિનિંગ ટીમમાં સામેલ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ T20થી સંન્યાસ લઈ લીધો છે. વર્લ્ડ કપ વિનિંગ ટીમના સ્ક્વોડમાં સામેલ સ્પિનર્સ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને T20થી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ ચેમ્પિયન ખેલાડી જસપ્રીત બુમરાહ રેસ્ટ કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઈસ કેપ્ટન રહેલા હાર્દિકના બદલે હવે શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે. વર્લ્ડ કપમાં શુભમન ગિલ રિઝર્વ ખેલાડી હતો. ગિલ ઉપરાંત ખલીલ અહેમદ, રિંકૂ સિંહ, આવેશ ખાન રિઝર્વ ખેલાડી હતો. 

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

ભારતની વન ડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

ભારત-શ્રીલંકા સીરિઝનું શેડ્યૂલ

27 જુલાઈ- પ્રથમ T20, પલ્લેકેલ

28 જુલાઈ- બીજી T20, પલ્લેકેલ

30 જુલાઈ- ત્રીજી T20, પલ્લેકેલ

2 ઓગષ્ટ- પ્રથમ વન ડે, કોલંબો

4 ઓગષ્ટ- બીજી વન ડે, કોલંબો

7 ઓગષ્ટ- ત્રીજી વન ડે, કોલંબો


Google NewsGoogle News