‘ઈટ્સ હાર્ડ જોબ’, આટલું કહીને નીરજ ચોપરાએ સડસડાટ અંગ્રેજીમાં જવાબ આપતા પત્રકાર ચૂપ
Paris Olympics 2024, Neeraj Chopra: પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા, ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમ અને ગ્રેનાડાના એન્ડરસન પીટરસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે એક પત્રકારે નીરજ અને અરશદને ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ પર સવાલ પૂછ્યો હરો. આ દરમિયાન સૌથી પહેલા અરશદે જવાબ આપ્યો. ત્યારબાદ જ્યારે નીરજનો વારો આવ્યો ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં બેઠેલા પત્રકારે કહ્યું કે, તમે અંગ્રેજીમાં જવાબ આપો. આ સાંભળીને નીરજે કહ્યું કે, હાર્ડ જોબ, જો કે ત્યારબાદ નીરજે સડસડાટ અંગ્રેજીમાં વાત કરતા પત્રકાર ચૂપ થઈ ગયા હતા.
જો કે, નીરજ ચોપરાનો અગાઉ વર્ષ 2019માં ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત કોમેન્ટેટર જતીન સપ્રુની બોલતી બંધ કરી દીધી હતી. હકીકતમાં જતીન અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો, ત્યારે નીરજે તેને હિન્દીમાં સવાલ પૂછવાનું કહ્યું હતું.
ભારતના નીરજ ચોપરાએ 8 જૂને પેરિસ ઓલિમ્પિકસ 2024માં જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે સતત બે ઓલિમ્પિકસમાં વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર નીરજ પહેલો ભારતીય એથ્લીટ બની ગયો છે. 8 ઓગસ્ટ, 2024ના રોજ, પેરિસ નીરજે 89.45 મીટર ભાલા ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર લાંબો જેવલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર જેવલિન ફેંકીને જીત્યો હતો.