ગૌતમ ગંભીર કોચ બનતા હવે ટીમ ઈન્ડિયામાં થશે આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી? ખૂબ કરી રહ્યો છે પ્રેક્ટિસ
Image: Facebook
IND vs SL: ઈન્ડિયન ક્રિકેટ ટીમનો નવો કોચ ગૌતમ ગંભીરને બનાવવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરની કોચિંગમાં ટીમ ઈન્ડિયા પહેલી મેચ શ્રીલંકા સામે રમશે. શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની 3 ટી20 અને 3 વનડે મેચની સિરીઝ 26 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસ માટે અત્યારે ભારતીય ટીમનું એલાન થયું નથી. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ બીસીસીઆઈ શ્રીલંકા પ્રવાસ માટે ટી20 અને વનડે ટીમનું એલાન કરી દેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે ખરાબ હવામાનમાં પણ ખૂબ મહેનત કરી રહ્યો છે.
કોણ છે આ ખેલાડી
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્રેયસ અય્યર આકરી મહેનત કરતો નજર આવી રહ્યો છે. શ્રેયસ અય્યર આઈપીએલની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે અને આ ટીમના મેન્ટરની જવાબદારી ગૌતમ ગંભીર સંભાળી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રેયસ અય્યર ખરાબ હવામાન છતાં આકરી મહેનત કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયામાં વાપસીના દરેક સંભવ પ્રયત્નમાં લાગેલો છે.
કેન્દ્રીય કરારમાંથી બહાર થઈ ગયો હતો
શ્રેયસ અય્યરને ફેબ્રુઆરી 2024માં બીસીસીઆઈએ કેન્દ્રીય કરારમાંથી હટાવી દીધો હતો. આ પહેલા ઈંગ્લેન્ડમાં થયેલી ટેસ્ટ સિરીઝમાં તેમના ખરાબ પ્રદર્શન બાદ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવાયો હતો. જોકે વનડે વર્લ્ડ કપ 2023માં શ્રેયસ અય્યરે સારું પ્રદર્શન કર્યું હતું.
શ્રીલંકા પ્રવાસ પર થઈ શકે છે ટીમમાં પસંદગી
ભારતીય ટીમ આ મહિનાના અંતિમ અઠવાડિયામાં શ્રીલંકા પ્રવાસ પર 3 ટી20 અને 3 વનડે મેચની સિરીઝ રમવા જઈ રહી છે. શ્રીલંકા પ્રવાસ માટે હજુ ટીમનું એલાન કરવામાં આવ્યું નથી પરંતુ ટૂંક સમયમાં ટીમનું એલાન થશે. દરમિયાન શ્રેયસ અય્યરને જરૂર આશા હશે કે ગૌતમ ગંભીર તેને ટીમમાં સામેલ કરી શકે છે.
નવા કેપ્ટન અને કોચના અંડરમાં રમશે ઈન્ડિયા
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર નવા કોચ એટલે કે ગૌતમ ગંભીરના અંડરમાં રમતી નજર આવશે. ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડના સ્થાને ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડનો ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં કાર્યકાળ ખતમ થઈ ગયો હતો. શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા નવા કેપ્ટનની સાથે પણ રમતી નજર આવશે.
ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે તેથી ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવાની ચર્ચા છે. રોહિત શર્માના શ્રીલંકા પ્રવાસ પર ન જવાના કારણે વનડે ટીમના પણ કેપ્ટન પસંદ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર વનડે ટીમની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
Shreyas Iyer training hard for the international season. 🌟pic.twitter.com/QT7RdDMhh3
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024