હવે શર્માજીના દીકરાને જ સપોર્ટ કરીશું: IPLને અલવિદા કહેતા પહેલા K. L. રાહુલે જીત્યા દિલ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
હવે શર્માજીના દીકરાને જ સપોર્ટ કરીશું: IPLને અલવિદા કહેતા પહેલા K. L. રાહુલે જીત્યા દિલ 1 - image


Image: Facebook

MI vs LSG, KL Rahul: કેએલ રાહુલની કેપ્ટનશિપ વાળી લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સની સામે જીત સાથે પોતાની IPL 2024 અભિયાનનો અંત કર્યો. IPL 2024ને અલવિદા કહેતા એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે એક એવું નિવેદન આપ્યું જેનાથી તેમણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા. લખનૌની શાનદાર જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં રાહુલ કહેતો નજર આવ્યો કે હવે તે અને તેના સસરા એક જ ટીમમાં છે અને આગામી વર્લ્ડ કપમાં તે બંને મળીને શર્માજીના દીકરાને સપોર્ટ કરશે. કેએલ રાહુલે આ નિવેદન એક લોકપ્રિય જાહેરાતના રમૂજી સંદર્ભમાં આપ્યું. જેમાં તે પોતે, તેના સસરા સુનીલ શેટ્ટી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે.

કેએલ રાહુલે મેચ બાદ કહ્યુ, 'હવે હુ મારા સસરાની ટીમમાં છુ. અમે બંને શર્માજીના દીકરાને વર્લ્ડ કપમાં સપોર્ટ કરીશુ' લખનૌ સુપર જાયન્ટ્સ 14 સ્કોર થવા છતાં IPL 2024 પ્લેઓફની રેસથી બહાર થઈ ગઈ છે. સીઝનની શરૂઆતમાં ટીમ ખૂબ સારી જોવા મળી રહી હતી, પરંતુ બે મહિના સુધી ચાલનાર આ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમ લય ગુમાવી બેઠી.

કેએલ રાહુલે IPL 2024માં ટીમના પ્રદર્શનને લઈને કહ્યું, ખૂબ નિરાશાજનક. સીઝનની શરૂઆતમાં મને હકીકતમાં લાગ્યું કે અમારી પાસે એક મજબૂત ટીમ હતી અને મોટાભાગે બેઝ કવર હતા. અમુક ઈજા- દરેક ટીમની સાથે થાય છે. અમે એક ગ્રૂપ કરતા સારુ રમી શક્યા નહીં. આજે સારુ પ્રદર્શન કર્યું. આ તે પ્રકારની મેચ છે જેને અમે વધુ રમવા ઈચ્છતા હતા. દુર્ભાગ્યથી અમે આવું કર્યું નહીં. 

તેમણે વધુમાં જણાવ્યુ, 'હકીકતમાં તેમના માટે ખુશીની વાત છે. ફ્રેંચાઈઝીએ તેમની સાથે ખૂબ સમય અને ઉર્જા રોકાણ કર્યું છે. આ વર્ષમાં માત્ર બે મહિના નથી. અમે મયંક અને યુદ્ધવીરને મોર્ને મોર્કલ સાથે ટ્રેનિંગ માટે દક્ષિણ આફ્રિકા મોકલ્યા. તેમની મહેનત રંગ લાવી પરંતુ ફ્રેંચાઈઝી અને ટીમે તેમની સાથે ખૂબ મહેનત કરી છે.'


Google NewsGoogle News