Get The App

ખરાબ ફોર્મના કારણે 10 વર્ષ પછી ફરીથી રણજી રમવા ઉતરશે? આ નિર્ણયથી ચોંકયા ક્રિકેટ પ્રેમીઓ

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
ખરાબ ફોર્મના કારણે 10 વર્ષ પછી ફરીથી રણજી રમવા ઉતરશે? આ નિર્ણયથી ચોંકયા ક્રિકેટ પ્રેમીઓ 1 - image
Image : x

Rohit Sharma : ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માને વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. એક અહેવાલ અનુસાર, રોહિત શર્માએ મુંબઈ ટીમ મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે તે રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરશે. 

અજિંક્ય સાથે પ્રેક્ટીસ કરતો જોવા મળ્યો રોહિત 

આ દરમિયાન રોહિત શર્મા મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મેદાન પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે નોન-સ્ટ્રાઈક પર ઊભો હતો. રોહિત શર્માએ છેલ્લે વર્ષ 2015માં મુંબઈ માટે રણજી મેચ રમી હતી. જેમાં તેણે યુપી સામે આ મેચ રમી હતી. આ સ્થિતિમાં રોહિત જમ્મુ અને કાશ્મીર સામેની મેચ રમે છે કે નહીં તે જોવાનું બાકી છે.

આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં આ કામ માટે રોહિત શર્માએ જવું પડશે પાકિસ્તાન? શું કરશે BCCI?

ગંભીરેનો ખેલાડીઓ પાસે ઘરેલું ક્રિકેટ રમવાનો આગ્રહ

અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચ પછી ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, 'મારી ઈચ્છા છે કે દરેક ખેલાડી ઘરેલું ક્રિકેટ રમે. ઘરેલું ક્રિકેટનું મહત્ત્વ ખૂબ વધારે છે. જે ખેલાડી રેડ બોલ ક્રિકેટ રમવા માંગતા હોય તેણે ઘરેલું ક્રિકેટ રમવું પડશે. આનાથી સરળ કંઈ ન હોઈ શકે. જો તમે ઘરેલુ ક્રિકેટને મહત્ત્વ નહીં આપો તો ટેસ્ટ ક્રિકેટમાં તમને જોઈતા ખેલાડીઓ નહીં મળે.'  અહીં તમને જણાવી દઈએ કે રણજી ટ્રોફીની બાકીની મેચો 23 જાન્યુઆરીથી શરૂ થશે. આ સ્થિતિમાં એ જોવું રહ્યું કે કયો ખેલાડી તેમાં ભાગ લેશે અને કયો નહીં.

ગિલ પણ રમશે રણજી ટ્રોફીમાં?

ભારતીય ટીમનો સ્ટાર બેટર શુભમન ગિલે પણ રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમ કર્ણાટક સામે એલિટ ગ્રૂપ-Cની છઠ્ઠી મેચમાં ભાગ લેશે. તે 23 જાન્યુઆરીથી શરૂ થશે. એક અહેવાલ અનુસાર, ગિલ તેમાં ભાગ લઇ શકે છે. ગિલે 60 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 4481 રન બનાવ્યા છે. જો કે, ગિલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો. ગિલ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સ્થાન મળી શકે છે. જો કે, ગિલને ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં સ્થાન મળ્યું નથી.ખરાબ ફોર્મના કારણે 10 વર્ષ પછી ફરીથી રણજી રમવા ઉતરશે? આ નિર્ણયથી ચોંકયા ક્રિકેટ પ્રેમીઓ 2 - image



Google NewsGoogle News