Get The App

ચાલુ મેચમાં સિરાજ અને હેડની બબાલ મામલે ICC કરશે કાર્યવાહી? થઈ શકે છે આવી સજા

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
ચાલુ મેચમાં સિરાજ અને હેડની બબાલ મામલે ICC કરશે કાર્યવાહી? થઈ શકે છે આવી સજા 1 - image


Image: Facebook

Travis Head and Mohammed Siraj Clash: બ્રિસબેન ટેસ્ટ પહેલા મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડની વચ્ચે વિવાદ રોકાવાનું નામ લઈ રહ્યો નથી. એડિલેડમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડની વચ્ચે આકરી તકરારે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવીને સિરીઝ 1-1થી બરાબરી કરી લીધી પરંતુ મેચ દરમિયાન થયેલી આ ઘટનાએ સવાલ ઊભા કરી દીધા છે.

શું છે સમગ્ર મામલો

આ ઘટના એડિલેડ ટેસ્ટમાં થયેલી જ્યારે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગની 82મી ઓવરમાં મોહમ્મદ સિરાજે શાનદાર ઈનસ્વિંગ યોર્કર સાથે ટ્રેવિસ હેડને ક્લીન બોલ્ડ કરી દીધો. વિકેટ લીધા બાદ સિરાજે દર્શકોની તરફ ઈશારો કરીને આક્રમક રીતે જશ્ન મનાવ્યો. ટ્રેવિસ હેડને આ હરકત પસંદ આવી નહીં અને તેણે સિરાજને કંઈક કહ્યું. જોકે તે બાદ હેડ પવેલિયન ફર્યો પરંતુ ઓસ્ટ્રેલિયન દર્શકોએ સિરાજની હરકત પર નારાજગી વ્યક્ત કરી અને તેને વારંવાર હુટ કર્યો.

આ પણ વાંચો: સિરાજ અને હેડની બબાલમાં કૂદ્યો કમિન્સ, કહ્યું- તેમને જે કરવું હોય કરે, મને મારા ખેલાડીની ચિંતા

આઈસીસી કરશે કાર્યવાહી

એડિલેડ ટેસ્ટમાં થયેલી ઘટના બાદ એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જે અનુસાર મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ બંનેને આ ઘટના માટે આઈસીસી તરફથી શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી ઘટનાઓમાં સામાન્યરીતે સામાન્ય સજા થાય છે અને બંને ખેલાડીઓના સસ્પેન્શનની શક્યતા ઓછી હોય છે.

સિરાજ-હેડે વિવાદ મુદ્દે રજૂ કર્યો પોતાનો મત 

'પ્લેયર ઓફ ધ મેચ' રહી ચૂકેલા ટ્રેવિસ હેડે પોતાની પ્રતિક્રિયા પર વાંધો વ્યક્ત કર્યો. તેણે કહ્યું, 'મે સિરાજને માત્ર 'વેલ બોલ' કહ્યું હતું પરંતુ જે પ્રતિક્રિયા મે આપી, તેની પર મને પસ્તાવો છે. જોકે, મને લાગ્યું કે પોતાનો પક્ષ મૂકવો જરૂરી હતો. અમારી ટીમ આ પ્રકારની હરકતોને સહન કરતી નથી.' 

મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડના નિવેદનને સંપૂર્ણ રીતે ફગાવતાં કહ્યું કે, 'હું માત્ર પોતાની વિકેટનો જશ્ન મનાવી રહ્યો હતો અને હેડે મને ગાળો આપી. તેણે મને અપશબ્દ કહ્યાં જે ટીવી પર પણ સ્પષ્ટ જોવા મળ્યા. ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે અને અમે તમામનું સન્માન કરીએ છીએ પરંતુ જે તેણે કહ્યું, તે યોગ્ય નહોતું.'

ત્રીજા દિવસે બંને ખેલાડીઓની વચ્ચે મામલો ઠંડો થતો નજર આવ્યો. જ્યારે મોહમ્મદ સિરાજ ભારતની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો તો તે અને ટ્રેવિસ હેડ હસતાં-હસતાં વાતો કરતાં નજર આવ્યા. તેનાથી સ્પષ્ટ સંકેત મળ્યો કે બંનેએ વિવાદને પાછળ છોડી દીધો છે.


Google NewsGoogle News