રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ ખેલાડી બનશે કેપ્ટન? ગિલ અને પંતનું નામ નહીં
Image: Facebook
Team India Next Captain: ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ સીરિઝમાં અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર તલવાર લટકેલી છે. બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરની સાથે-સાથે હેડ કોચ ગૌતમ ગંભીર પણ નવા કેપ્ટનની શોધમાં લાગી ગયો છે. પહેલા કહેવાઈ રહ્યું હતું કે જસપ્રીત બુમરાહ ટીમનો ફ્યૂચર કેપ્ટન છે પરંતુ હવે તેના નામે તમામ એકમત થઈ રહ્યાં નથી.
રોહિત શર્મા ક્યાં સુધી કેપ્ટન રહેશે?
મુંબઈમાં તાજેતરમાં જ બીસીસીઆઈની સમીક્ષા બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવેલા ઘણા વિષયોમાંનો એક ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભવિષ્યનો ભારતીય કેપ્ટન હતો. રોહિત શર્માએ સિલેક્ટર્સને કહ્યું કે 'જ્યાં સુધી બોર્ડ તેના ઉત્તરાધિકારીની નિમણૂક ન કરે ત્યાં સુધી હું કેપ્ટન રહીશ. જોકે, એક તાજેતરના રિપોર્ટ અનુસાર કોચ ગૌતમ ગંભીર અને અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ રોહિતની કેપ્ટનશિપના વિકલ્પની ઓળખ કરી, પરંતુ તે અંદરો-અંદર ગૂંચવાઈ ગયા.
રોહિતના પ્રદર્શને ટેન્શન વધાર્યું
37 વર્ષીય રોહિતના પ્રદર્શને સિલેક્ટર્સને ચિંતિત કરી દીધા છે. રોહિતે કહ્યું, 'હું મારા ઉત્તરાધિકારીનું પૂર્ણ સમર્થન કરીશ.' તે બાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી માટે વનડેમાં કેપ્ટન રહેશે જ્યારે સિલેક્ટર્સ ટુર્નામેન્ટ ખતમ થયા બાદ ભવિષ્ય પર નિર્ણય કરશે.
બે ખેલાડી કેપ્ટનશિપના દાવેદાર
રિપોર્ટ અનુસાર સમીક્ષા બેઠક દરમિયાન રોહિતથી જસપ્રીત બુમરાહને કેપ્ટનશિપની જવાબદારી સોંપવાની શક્યતા પર ચર્ચા થઈ. આ દરમિયાન બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટને લઈને તમામ ચિંતિત નજર આવ્યા. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં સતત 5 ટેસ્ટ મેચ રમી હતી. તે અંતિમ ટેસ્ટ દરમિયાન અનફિટ થઈ ગયો અને બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો નહીં. તેનું પરિણામ ટીમ ઈન્ડિયાએ ભોગવવું પડ્યું. ભારત સિડની ટેસ્ટમાં હારી ગઈ. જોકે, જ્યારે સિલેક્ટર્સે ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં આગામી કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો તો ગંભીરે યશસ્વી જયસ્વાલનું સમર્થન કર્યું.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન ફાઈનલ! મજબૂત વાઈસ કેપ્ટનની શોધખોળ શરૂ, જાણો કોણ કોણ રેસમાં
પંતની પાસે કેપ્ટનશિપનો અનુભવ
ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમનું નેતૃત્વ કરનાર ઋષભ પંતે જૂન 2022માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલુ ટી20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. તે સીરિઝ માટે બનાવવામાં આવેલા કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે સ્પર્ધાથી બહાર થઈ ગયા હતા. યશસ્વીની પાસે અત્યારે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. હવે જોવાનું એ છે કે સિલેક્ટર્સ અને હેડ કોચની વચ્ચે કોના નામ પર સામાન્ય સહમતિ બને છે.
સૂર્યકુમાર યાદવ વનડે કેપ્ટન હશે?
રોહિત દ્વારા ટી20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ આ ફોર્મેટથી સંન્યાસ લીધા બાદ ગયા વર્ષે જુલાઈમાં સૂર્યકુમારને ભારતનો ટી20 કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો. જોકે, તેનું સ્થાન વનડે ટીમમાં હજુ સુધી પાક્કું થઈ શક્યું નથી. આ કારણે 50 ઓવરની ક્રિકેટમાં તેનું કેપ્ટન બનવું મુશ્કેલ છે. સિલેક્ટર બુમરાહને જ વનડેનો પણ કેપ્ટન બનાવવા ઈચ્છે છે. આ સિવાય મેનેજમેન્ટ એક એવો વાઈસ કેપ્ટન બનાવશે જે બુમરાહને આરામ આપવા પર કેપ્ટનશિપ કરી શકે.