Get The App

શું ટી20 વર્લ્ડ કપ માટે બુમરાહને IPLમાંથી આપવામાં આવશે વિરામ? પોલાર્ડે આપ્યો જવાબ

Updated: May 7th, 2024


Google NewsGoogle News
શું ટી20 વર્લ્ડ કપ માટે બુમરાહને IPLમાંથી આપવામાં આવશે વિરામ? પોલાર્ડે આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Jasprit Bumrah: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL પ્લેઓફની રેસથી લગભગ બહાર છે. તેમ છતાં ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓ ખાસ કરીને જસપ્રીત બુમરાહને વિરામ આપવા વિશે વિચારી રહી નથી. મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડે કહ્યું કે ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વિરામ આપવાનો કોઈ ઈરાદો નથી. જસપ્રીત બુમરાહ અત્યારે શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે IPL 2024માં સૌથી વધુ 17 વિકેટ લીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું. તેમાં સૂર્યકુમાર યાદવએ IPL માં બીજી સદી ફટકારી. મુંબઈની આ 12 મેચમાં ચોથી જ જીતી હતી. ટી20 વર્લ્ડ કપને જોતાં બુમરાહને આરામ આપવાના સવાલ પર પોલાર્ડે કહ્યું, અમે આ મુદ્દે કોઈ વાત કરી નથી. મને નથી લાગતુ કે આ મારુ કામ છે પરંતુ જોઈએ છીએ શું થાય છે. અમે બધા અહીં આખી IPL રમવા માટે આવ્યા છીએ. અમારુ લક્ષ્ય IPL પૂરી કરવાનું છે. તે બાદ જોઈએ છીએ શું થાય છે.

કાયરન પોલાર્ડે કહ્યું કે બેટિંગ કોચ હોવાના સંબંધે સૌથી અઘરુ કામ સૂર્યકુમાર જેવા બેટ્સમેનથી આક્રમક રમવા પર નિયંત્રણ કરાવવાનું છે. તે સ્વાભાવિક રીતે આક્રમક બેટ્સમેન છે. તે દરેક બોલને મારવા ઈચ્છે છે. દરમિયાન બેટિંગ કોચ માટે સૌથી અઘરુ કામ તેની સ્વાભાવિક શૈલીને બદલવાનું છે પરંતુ ખૂબ વધુ નિયંત્રણની પણ જરૂર નથી કેમ કે આજકાલ ક્રિકેટમાં આટલા રન બની રહ્યા છે.


Google NewsGoogle News