Get The App

IPL મેગા ઓક્શનમાં સ્ટાર ખેલાડીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી! ચાહકોએ કહ્યું- 25 કરોડ તો પાક્કા સમજો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
IPL મેગા ઓક્શનમાં સ્ટાર ખેલાડીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી! ચાહકોએ કહ્યું- 25 કરોડ તો પાક્કા સમજો 1 - image


Image: Facebook

IPL Mega Auction: આઈપીએલના આગામી ઓક્શનમાં હજુ ત્રણ દિવસ બાકી છે. તે પહેલા ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના હાઈ પેસર જોફ્રા આર્ચર આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ પહેલા ખબર સામે આવી રહી હતી કે તેને પસંદ કરવામાં આવેલા 574 ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ ઓક્શનના થોડા દિવસ પહેલા આર્ચરે ઈસીબી તરફથી એનઓસી મેળવ્યા બાદ આઈપીએલમાં ભાગીદારી કરવાનું આયોજન બનાવી લીધું છે.

BCCIએ IPL 2025ને લઈને બનાવ્યા છે અમુક ખાસ નિયમ

આઈપીએલની આગામી સિઝન માટે બીસીસીઆઈ તરફથી અમુક ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં એક નિયમ એ પણ છે કે એક ખેલાડી જે પહેલા પણ આઈપીએલમાં હાજર રહી ચૂક્યો છે અને આગામી ઓક્શનમાં તે ભાગ નથી લેતો તો તેને આગામી અમુક વર્ષો સુધી આઈપીએલના આગામી એડિશનમાં સામેલ કરવામાં આવશે નહીં. 

આઈપીએલના આ નિયમ સામે આવ્યા બાદ જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડથી નાખુશ હતો. તેને ક્યાંકને ક્યાંક ડર હતો કે જો તે આઈપીએલ 2025ના ઓક્શનમાં ભાગ લેતો નથી તો તેને આગામી અમુક એડિશનમાં સામેલ કરવામાં આવશે નહીં. 

આ પણ વાંચો: IPL 2025 મેગા ઓક્શનમાં આ ત્રણ ખેલાડીઓ તોડી શકે છે તમામ રેકૉર્ડ! રૂ.25 કરોડથી વધુ લાગશે બોલી

જોફ્રા આર્ચરની ઉપર ટકી હશે તમામ ટીમોની નજર

જોફ્રા આર્ચરની અચાનક એન્ટ્રીથી દરેક ટીમોની નજર તેની ઉપર ટકેલી હશે. ઓક્શન દરમિયાન જ્યારે તેની ઉપર બોલી લગાવવાની શરૂ થશે તો તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થઈ શકે છે. આની પાછળનું મુખ્ય કારણ તે ધારદાર બોલિંગની સાથે-સાથે નીચલા ક્રમમાં વિસ્ફોટક બેટિંગ કરવામાં માહેર છે. લીગમાં તેણે અત્યાર સુધી કુલ 40 મેચ રમી છે. આ દરમિયાન તેને 40 ઈનિંગમાં 24.4 ની સરેરાશથી 48 સફળતા મળી છે. બેટિંગ દરમિયાન 25 ઈનિંગમાં 15.31 ની સરેરાશથી 199 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેના બેટથી 11 ચોગ્ગા અને 14 છગ્ગા નીકળ્યા છે.


Google NewsGoogle News