Get The App

T20 વર્લ્ડ કપમાં ફરી અપસેટ : વિન્ડીઝ ન્યુઝીલેન્ડને હરાવી સુપર 8માં પહોંચી, ચાર ટીમો કવોલિફાય

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપમાં ફરી અપસેટ : વિન્ડીઝ ન્યુઝીલેન્ડને હરાવી સુપર 8માં પહોંચી, ચાર ટીમો કવોલિફાય 1 - image

Image : Twitter



T20 World Cup 2024 | T20 વર્લ્ડ કપ 2024ની 26મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 13 રને શાનદાર જીત નોંધાવી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 149 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ તે માત્ર 136 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વેસ્ટ ઈન્ડિઝનો સુપર 8માં પ્રવેશ 

આ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝે સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સુપર 8માં પહોંચી ચૂક્યા છે. હાર બાદ ન્યુઝીલેન્ડ સામે પણ હવે બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. 

વેસ્ટ ઈન્ડિઝ માટે કોણે શાનદાર પ્રદર્શન કર્યું? 

વેસ્ટ ઈન્ડિઝ માટે ઓપનિંગ કરવા આવેલા બ્રાંડન કિંગ અને જોન્સન ચાર્લ્સ ફ્લોપ રહ્યા હતા. જ્યારે કિંગે 12 બોલમાં 9 રન બનાવ્યા હતા, જ્યારે ચાર્લ્સ માત્ર 0 રને આઉટ થયો હતો. આ સિવાય નિકોલસ પૂરને 17 રન, રોસ્ટન ચેઝે 0, રોવમેન પોવેલે 1, આન્દ્રે રસેલે 14 રન બનાવ્યા હતા અને અકીલ હુસેન પણ 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર ઈનિંગ રમનાર એકમાત્ર ખેલાડી શેરફાન રધરફોર્ડ હતો.

એક સમયે વિન્ડિઝ મુશ્કેલીમાં હતું 

એક સમયે એવું લાગતું હતું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 100 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ માટે રધરફોર્ડે શાનદાર ઇનિંગ રમી અને ટીમનો સ્કોર 149 રન સુધી પહોંચાડ્યો. તેણે 39 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટ્રાઈક રેટ 174ની આસપાસ હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી. ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી.

T20 વર્લ્ડ કપમાં ફરી અપસેટ : વિન્ડીઝ ન્યુઝીલેન્ડને હરાવી સુપર 8માં પહોંચી, ચાર ટીમો કવોલિફાય 2 - image



Google NewsGoogle News