IND vs SA : ભારત સામેની પ્રથમ મેચમાં પિંક જર્સીમાં જોવા મળશે સાઉથ આફ્રિકાની ટીમ, જાણો શું છે કારણ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં પ્રથમ ODI મેચ રમાશે

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
IND vs SA : ભારત સામેની પ્રથમ મેચમાં પિંક જર્સીમાં જોવા મળશે સાઉથ આફ્રિકાની ટીમ, જાણો શું છે કારણ 1 - image
Image:Screengrab

IND vs SA 1st ODI : ભારત સામે રમાનાર ODI સિરીઝની પ્રથમ મેચ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે એક મોટું એલાન કર્યું છે. બોર્ડે કહ્યું પ્રથમ ODI મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાની ટીમ પારંપરિક ગ્રીન જર્સીમાં નહીં પરંતુ પિક જર્સી(South African Team Wears Pink Jersey)માં દેખાશે. આ પિંક જર્સી પહેરવા પાછળનું કારણ શું છે આ વિશે પણ બોર્ડે જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત પિંક જર્સી પહેરીને મેદાનમાં નથી ઉતરી રહી. આ પહેલા પણ ઘણી વખત ટીમ પિંક જર્સીમાં જોવા મળી છે.

પિંક જર્સી પહેરવા પાછળ શું છે કારણ

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાનારી આ પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક જર્સીમાં જોવા મળશે. સાઉથ આફ્રિકાની ટીમ સ્તન કેન્સર વિશે જાગૃતિ, શિક્ષણ, શોધ અને સંશોધન માટે પોતાનું સમર્થન વ્યક્ત કરે છે. બોર્ડે તમામ સાઉથ આફ્રિકાના લોકોને પિંક શર્ટ પહેરીને અને મેચમાં હાજરી આપીને આ મહત્વપૂર્ણ કાર્યમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી છે.

સ્ત્રીઓમાં કેન્સરનું મુખ્ય કારણ સ્તન કેન્સર

ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીઈઓ ફોલેસી મોસેકીએ આ ખાસ પ્રસંગ વિશે જણાવ્યું હતું કે, “અમે સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે ફરી એકવાર ક્રિકેટ ચાહકો સાથે હાથ મિલાવીને આનંદ અનુભવીએ છીએ. સ્તન કેન્સર સામેની લડાઈમાં માત્ર જાગૃતિ જ મદદ કરવા માટે પૂરતી નથી. અમે લોકોને સક્રિય થવા અને તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સાઉથ આફ્રિકામાં સ્ત્રીઓમાં કેન્સરનું મુખ્ય કારણ સ્તન કેન્સર છે, પરંતુ તે પુરુષોને પણ અસર કરી શકે છે. વહેલી તપાસથી અસરકારક સારવાર અને સકારાત્મક પરિણામો મેળવી શકાય છે."

IND vs SA : ભારત સામેની પ્રથમ મેચમાં પિંક જર્સીમાં જોવા મળશે સાઉથ આફ્રિકાની ટીમ, જાણો શું છે કારણ 2 - image


Google NewsGoogle News