શિખર ધવને નિવૃતિ કેમ લઈ લીધી, ક્રિકેટમાં ફેવરિટ ક્ષણ કઈ હતી? આપ્યા તમામ સવાલોના જવાબ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
shikhar dhawan retirement


Shikhar Dhawan: શિખર ધવને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 24 ઓગસ્ટે સવારે તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી. શિખર ધવન હવે માત્ર IPL માં જ રમતો જોવા મળશે. શિખરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેણે નિવૃત્તિની જાહેરાત કેમ કરી. શિખરે કહ્યું હતું કે તે હવે અને આરામ કરવા માંગે છે. જો કે ચાહકો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોઈ શકશે.

દોઢ વર્ષથી રાષ્ટ્રીય ટીમની બહાર

ધવને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. આ પછી તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી નથી. ધવને ભારત માટે 167 ODI, 68 T20 અને 34 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે અનુક્રમે 6782, 1759 અને 2315 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 7 સદી છે જ્યારે ODIમાં તેણે કુલ 17 સદી ફટકારી છે. ધવને ટી20માં 11 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનરે અચાનક જ નિવૃત્તિ જાહેર કરી ચોંકાવ્યા, ભાવુક VIDEO પોસ્ટ કર્યો

સૌથી ફેવરિટ ક્ષણ

ધવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મારું ટેસ્ટ ડેબ્યૂ મારી સૌથી ફેવરિટ ક્ષણ છે. હું ટીમમાં આવ્યો અને મેં રેકોર્ડ બનાવ્યો. મેં પોતાની પહેલી જ ટેસ્ટમાં 187 રન બનાવ્યા હતા. હું હંમેશા ભારત માટે રમવાનું અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું જોતો હતો. મને વર્લ્ડ રેકોર્ડ વિશે પણ ખબર નહોતી. ટેસ્ટ ટીમમાં મારું સ્થાન નિશ્ચિત કરીને હું ખુશ હતો.

આ પણ વાંચો: પહેલી જ મેચમાં 33 ચોગ્ગા, 2 છગ્ગા! ગબ્બરનો આ ગજબ રેકોર્ડ 11 વર્ષથી કોઈ તોડી નથી શક્યું

નિવૃતિ લઇ આરામ કરવા માંગુ છું

ધવને વધુમાં કહ્યું હતું કે, “એવું નથી કે આ મારા માટે બહુ મુશ્કેલ નિર્ણય છે. હું ભાવુક પણ નથી. મને રડવાનું મન થતું નથી અને હું ઈચ્છતો પણ નથી. હું ખૂબ જ ખુશ છું કે મેં મારા જીવનનો મોટાભાગનો સમય ક્રિકેટમાં વિતાવ્યો છે અને મને લાગે છે કે હું હવે એવા તબક્કે પહોંચી ગયો છું જ્યાં હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી નિવૃતિ લઇ આરામ કરવા માંગુ છું. મને કૃતજ્ઞતા અને પ્રેમ છે. 


Google NewsGoogle News