Get The App

કેમ કોઈ ગૌતમ ગંભીરને ટ્રોલ નથી કરતું..?', રોહિત શર્માના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
કેમ કોઈ ગૌતમ ગંભીરને ટ્રોલ નથી કરતું..?', રોહિત શર્માના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુ 1 - image

Navjot singh sidhu on rohit sharma : હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જેના કારણે તેણે પોતાને પાંચમી ટેસ્ટમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો હતો. હવે ઘણાં લોકો રોહિત શર્માને ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે ઘણાં ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેને સંન્યાસ લેવા માટે પણ કહ્યું હતું. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ રોહિત શર્માના સમર્થનમાં સામે આવ્યા છે. તેણે બધાને T20 વર્લ્ડકપ 2024ની યાદ અપાવી છે.

શું કહ્યું સિદ્ધુએ?

પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, 'દરેક વ્યક્તિએ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરવાનું હોઈ છે. તમે કોઈ એક વ્યક્તિને (રોહિત શર્મા) જવાબદાર ન ગણી શકો. શું તમે ગૌતમ ગંભીરને ટ્રોલ કરશો? કેમ કોઈ ગૌતમ ગંભીરને ટ્રોલ નથી કરતું? તે પણ ટીમનો વડો છે. રોહિત 150 કરોડ લોકો માટે રમી રહ્યો છે. એ આપણી આદત બની ગઈ છે. હવે. આપણે ફક્ત એક કે બે મેચો જોઈએ છીએ અને કોઈના પ્રદર્શનને તરત જજ કરવા માંડીએ છીએ. તેણે જ 6 મહિના પહેલા વર્લ્ડકપ જીત્યો હતો. કેપ્ટન પર એક પ્રકારનું માનસિક દબાણ હોય છે. વિરાટ કોહલી અને બુમરાહ પર પણ માનસિક દબાણમાં છે. બુમરાહ ભવિષ્યમાં મહાન કેપ્ટન બનશે. કોઈએ પણ ભાવનાત્મક રીતે નિર્ણય ન લેવો જોઈએ. મને લાગે છે કે ચાહકોએ ખેલાડીઓનું સન્માન કરતા શીખવું પડશે.'

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત વર્લ્ડકપ જીતી ચુક્યું છે

અહીં તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે વર્ષ 2024નો T20 વર્લ્ડકપ જીત્યો હતો. ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. તે જ સમયે, રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ ત્યાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી.કેમ કોઈ ગૌતમ ગંભીરને ટ્રોલ નથી કરતું..?', રોહિત શર્માના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુ 2 - image


  


Google NewsGoogle News