IPL Auction 2024 : 24.75 કરોડમાં KKRએ ખરીદ્યો માત્ર 1 ખેલાડી, પછી સસ્તામાં હાથ આવ્યા આ 10 ખેલાડી
KKRએ મિચેલ સ્ટાર્કને ખરીદવા માટે કુલ પર્સના 75.69 ટકા ખર્ચી દીધા હતા
ઓક્શન બાદ ફાસ્ટ બોલિંગ એટેકમાં મિચેલ સ્ટાર્ક અને ગસ એટકિન્સનની સાથે ચેતન સાકરિયા પણ જોડાયો
Image:Twitter |
Kolkata Knight Riders IPL 2024 Auction Player List : કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડ રૂપિયાના પર્સ સાથે ઓક્શનમાં ઉતર્યું હતું અને ટીમ પાસે કોઈપણ ટીમ કરતા વધુ સ્લોટ ખાલી હતા. જેમાં 4 વિદેશી ખેલાડીઓ સહિત 12 ખેલાડીઓને સામેલ કરવાના હતા. આ તમામ ખેલાડીઓને ખરીદવા માટે KKR ટીમના મેન્ટર ગૌતમ ગંભીર, ટીમના CEO વેંકી મૈસૂર, કોચ ચંદ્રકાંત પંડિત, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને અન્ય લોકો દુબઈના કોકા-કોલા એરેના પહોંચ્યા હતા. KKRએ મિચેલ સ્ટાર્કને ખરીદવા માટે કુલ પર્સના 75.69 ટકા ખર્ચી દીધા હતા. ત્યારબાદ બાકી 10 ખેલાડી 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
કોલકાતાનું બોલિંગ એટેક બન્યું મજબૂત
IPL ઓક્શન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને એક ભારતીય વિકેટકીપર, એક અનુભવી ફાસ્ટ બોલર અને સ્પિનરને છોડીને તમામ વિભાગો માટે બેકઅપ જોઈતું હતું. ઓક્શન બાદ હવે ફાસ્ટ બોલિંગ એટેકમાં મિચેલ સ્ટાર્ક અને ગસ એટકિન્સનની સાથે ચેતન સાકરિયા પણ જોડાયો છે. બિહારનો મિડીયમ ફાસ્ટ બોલર સાકિબ હુસેન પણ KKRમાં જોડાઈ ગયો છે. જો કે તેણે અત્યાર સુધી માત્ર 2 T20 મેચ રમી છે. અફઘાનિસ્તાનનો ખેલાડી મુજીબ ઉર રહેમાન પણ કોલકાતાની ટીમમાં સામેલ થયો છે.
10 ખેલાડીઓને માત્ર 7.10 કરોડ રૂપિયામાં ખરીદ્યા
બેટિંગ વિભાગમાં રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ અને મનીષ પાન્ડેના આવવાથી KKRની બેટિંગને મજબૂતી મળી છે. બીજી તરફ અંડર-19 ખેલાડી અંગકૃષ રઘુવંશી પર પણ કોલકાતાએ દાવ રમ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે એકમાત્ર ભારતીય વિકેટકીપર તરીકે કે.એસ ભરતને ટીમમાં સામેલ કર્યો છે. KKRએ જ્યાં સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યાંજ કે.એસ ભરત, ચેતન સાકરિયા, અંગકૃષ રઘુવંશી, શ્રીકર ભરત, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ , મનીષ પાન્ડે, મુજીબ ઉર રહેમાન, ગસ એટકિન્સન, સાકિબ હુસેન જેવા ખેલાડીઓને માત્ર 7.10 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
IPL 2024 માટેના ઓક્શનમાં કોલકાતાએ આ ખેલાડીઓને ખરીદ્યા
કે.એસ ભરત (રૂ. 50 લાખ), ચેતન સાકરિયા (રૂ. 50 લાખ), મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ), અંગકૃષ રઘુવંશી (રૂ. 20 લાખ), શ્રીકર ભારત (રૂ. 50 લાખ), રમનદીપ સિંહ (રૂ. 20 લાખ), શેરફેન રધરફર્ડ. (1.5 કરોડ), મનીષ પાન્ડે (રૂ. 50 લાખ), મુજીબ ઉર રહેમાન (રૂ. 2 કરોડ), ગુસ એટકિન્સન (રૂ. 1 કરોડ), સાકિબ હુસેન (રૂ. 20 લાખ)