ટીમ ઈન્ડિયાના ક્રિકેટ કોચની જાહેરાત હજુ કેમ નથી કરાઈ? ગંભીર અને BCCI વચ્ચે પૈસાને લઈ અટકી વાત
Image:X
Gautam Gambhir Team India:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા હેડ
કોચની જાહેરાત કરશે. ગંભીર ટીમ ઈન્ડિયાનો ઉત્તમ ખેલાડી રહ્યો છે અને તેની પાસે
કોચિંગનો અનુભવ પણ છે.
મળતી માહિતી પ્રમાણે, ગૌતમ ગંભીર હેડ કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. પરંતુ પગાર અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જવાની છે. BCCI હેડ કોચની જાહેરાત કરી શકે છે.
એક અહેવાલ અનુસાર ગૌતમ ગંભીર હેડ કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે, પરંતુ હાલમાં જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આ પાછળનું કારણ પગાર છે. ગંભીર હાલમાં BCCI સાથે પગારને લઈને વાત કરી રહ્યો છે. જ્યારે BCCI અને ગૌતમ ગંભીર વચ્ચે આ બાબતે સહમતિ બની જશે ત્યારે તેની જાહેરાત પણ કરવામાં આવશે.
સપોર્ટ સ્ટાફ માટે પણ અરજી
બીસીસીઆઈ ટૂંક સમયમાં સપોર્ટ સ્ટાફ માટે એપ્લિકેશન માંગશે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ODI-T20 શ્રેણી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. આ શ્રેણી માટે વીવીએસ લક્ષ્મણને કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચ સિરીઝ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ 27 જુલાઈએ રમાશે. આ પછી બીજી મેચ 28મી જુલાઈએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. જોકે, ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે કેએલ રાહુલ અથવા હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપી શકે છે.