મોહમ્મદ શમીને કેમ ન મળ્યો મોકો? ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ નવા ખેલાડીઓને મોકો, જાણો સાત મુખ્ય વાતો
India Announce Squad For Australia Tests : ઑસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ભારયીત ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમના સિલેક્શનમાં ઘણાં ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમીને સ્થાન આપ્યું ન હતું. ચાલો જાણીએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ અને ભારતીય ક્રિકેટ ટીમને લઈને ખાસ વાતો.
ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં મોહમ્મદ શીમની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. તેવામાં શમી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જણાવવાની કોશિશ કરે છે કે, હાલ એ સંપૂર્ણ રીતે ઠીક છે. તેવામાં શમીનું સિલેક્શન કેમ ન થયું, એ સમજ બહાર છે.
BCCIની પ્રેસ રિલીઝમાં શમીને લઈને કોઈ જાણકારી નહીં!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 25 ઑક્ટોબરે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં શમીને લઈને કોઈ જાણકારી ન હતી. BCCIની પ્રેસ રિલીઝમાં કુલદીપ યાદવની ઈજા અંગે માહિતી આપવામાં આવી. તેમાં જણાવ્યું હતું કે, કુલદીપ યાદવ ઑસ્ટ્રેલિયા પ્રવાસની પસંદગી માટે ઉપલબ્ધ ન હતો, કારણ કે તેને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ બાદ તેને ગ્રોઈન સમસ્યાના લીધે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ અક્ષર પટેલને પણ જગ્યા મળી નથી.
ત્રણ નવા ખેલાડીઓને સામેલ કર્યા
ભારતે 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલા ઑસ્ટ્રેલિયાના પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે તેની 18 સભ્યોની ટીમમાં ત્રણ નવા ખેલાડીઓ અભિમન્યુ ઇશ્વરન, ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને સામેલ કર્યા છે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહેમદને પ્રવાસી રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2025માં પણ રમશે ધોની! ક્રિકેટને લઈને જે કહ્યું તે જાણી ખુશ થઈ જશે ચાહકો
રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં ટીમનું નેતૃત્વ કરશે અને જસપ્રિત બુમરાહ તેના વાઇસ-કેપ્ટન હશે, રોહિત અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટમાંથી એકમાં રમી શક્યો નથી. આવી સ્થિતિમાં 29 વર્ષીય અભિમન્યુ આ પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. ભારતે ત્રણ સ્પિન ઓલરાઉન્ડર આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની પસંદગી કરી છે.
આ પણ વાંચો : ફરી ઈજાગ્રસ્ત થયો ટીમ ઈન્ડિયાનો આ ઝડપી બોલર, ટેસ્ટ ડેબ્યૂની શક્યતાઓને ઝટકો
જ્યારે ટીમમાં બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ અને રાણા અન્ય ફાસ્ટ બોલર છે. પ્રસિદ્ધે પ્રથમ બે ટેસ્ટ રમી છે. તે ઈજા બાદ ટીમમાં પરત ફર્યો છે. જ્યારે 22 વર્ષીય રાણા માત્ર નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. ભારત પોતાના પ્રવાસની શરૂઆત 15 થી 17 નવેમ્બર સુધી પર્થમાં ભારત A સામેની પ્રેક્ટિસ મેચથી કરશે, ત્યારબાદ તે ઑસ્ટ્રેલિયા સામે 22 થી 26 નવેમ્બર સુધી પર્થ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમશે.