Get The App

અચાનક આ સિંગરથી કેમ નારાજ થયો કોહલી, ઇન્સ્ટાગ્રામ પર કર્યો બ્લોક

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
અચાનક આ સિંગરથી કેમ નારાજ થયો કોહલી, ઇન્સ્ટાગ્રામ પર કર્યો બ્લોક 1 - image

Virat Kohli blocked rahul vaidya : સિંગર રાહુલ વૈદ્યએ લાફ્ટર શેફ સિઝન 2નું શૂટિંગ શરુ કરી દીધું છે. તે આગાઉની પહેલી સિઝનમાં પણ શોનો ભાગ હતો. સેટ પર જતી વખતે સિંગરે પાપારાઝી સાથે વાત કરતાં એક ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું કે, વિરાટ કોહલીએ મને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે.

શું કહ્યું રાહુલ વૈદ્યે?

રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે, 'આજ સુધી મને નથી સમજાયું કે ભાઈએ મને કેમ બ્લોક કર્યો. આનું કારણ શું છે તે મને ખબર નથી. હું હંમેશા તેમની પ્રશંસા કરું છું. તે આપણા દેશનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. મને ખબર નથી, કદાચ કંઈક થયું હશે. વિરાટ અને રાહુલ વચ્ચેના વિવાદ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પરંતુ 2024માં સિંગરે ક્રિકેટર વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી.

અગાઉ રાહુલે વિરાટને લઈને કરી હતી પોસ્ટ

હકીકતમાં T20 વર્લ્ડકપ 2024ની શરુઆત પહેલા એવી અટકળો હતી કે કોહલી રમશે નહીં. કારણ કે તે સમયે BCCIને લાગ્યું કે વિરાટ વેસ્ટ ઇન્ડિઝની ધીમી વિકેટ પર રમી શકશે નહીં. આ દરમિયાન રાહુલે પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'T20 વર્લ્ડકપની ટીમમાંથી બહાર? આ થોડું વધારે થઈ ગયું? શું તેણે BCCIમાં કોઈના અહંકારને ઠેસ પહોંચાડી હતી? હું જાણું છું કે તેણે અંબાણીની પ્રી વેડિંગ પાર્ટીમાં હાજરી આપી ન હતી. પરંતુ આ ખૂબ જ વધી ગયું.' 

વર્ષ 2021માં દિશા પરમાર સાથે લગ્ન કર્યા હતા રાહુલે 

જો કે તમામ અટકળો વચ્ચે વિરાટે T20 વર્લ્ડકપ 2024 રમ્યો હતો. તેણે ફાઇનલમાં સૌથી વધુ રન બનાવ્યા હતા અને ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યું હતું. રાહુલ પ્રત્યેના ગુસ્સાનું કારણ આ પોસ્ટ છે કે, બીજું કંઈક છે કે કેમ તેની કોઈ પુષ્ટિ થઈ નથી. રાહુલ ઇન્ડિયન આઇડલ-1નો ભાગ હતો. તે બિગ બોસ 14માં પણ જોવા મળ્યો હતો. તેની રમતથી લોકો પ્રભાવિત થયા હતા. રાહુલે 2021માં દિશા પરમાર સાથે લગ્ન કર્યા હતા.અચાનક આ સિંગરથી કેમ નારાજ થયો કોહલી, ઇન્સ્ટાગ્રામ પર કર્યો બ્લોક 2 - image


 


Google NewsGoogle News