Get The App

ચાલુ મેચમાં અમ્પાયર પર કેમ ભડક્યો વિરાટ કોહલી? કહ્યું- રાહુલ વખતે તો આવું નહોતું કર્યું

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ચાલુ મેચમાં અમ્પાયર પર કેમ ભડક્યો વિરાટ કોહલી? કહ્યું- રાહુલ વખતે તો આવું નહોતું કર્યું 1 - image

IND vs AUS, Virat Kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ખાયે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 180ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સામે જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આજે ડીનર બ્રેક સુધીમાં 8 વિકેટ ગુમાવી 332 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે અત્યાર સુધીમાં 152 રનની લીડ મેળવી લીધી છે. પરંતુ જ્યારે બીજા દિવસના પહેલા સેશનમાં મિશેલ માર્શને નોટઆઉટ આપવામાં આવ્યો ત્યારે વિરાટ કોહલીની મેદાન પરના અમ્પાયર સાથે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 58મી ઓવરમાં અશ્વિન મિશેલ માર્શ સામે બોલિંગ કરી રહ્યો હતો. અશ્વિનના ત્રીજા બોલને ડિફેન્ડ કરવા માટે મિશેલે પોતાનું બેટ આગળ વધાર્યું હતું. બોલ તેના બેટની નજીકથી પસાર થઈને પેડ સાથે અથડાયો હતો. જેને લઈને ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી. પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. ત્યાર પછી ભારતે રીવ્યુ માંગ્યો હતો.

વિરાટ કોહલીની અમ્પાયર સાથે બોલાચાલી  

ભારતના રીવ્યુ પર થર્ડ અમ્પાયરે તપાસ કરી અને જોયું કે બેટ અને પેડ વચ્ચે ખૂબ જ નાનું અંતર હતું. બોલ લગભગ એક જ સમયે પેડ અને બેટ સાથે અથડાયો હતો. આમ જ્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ત્યારે થર્ડ અમ્પાયરે શંકાના આધારે માર્શને નોટ આઉટ આપ્યો હતો. માર્શને નોટઆઉટ આપતાંની સાથે જ વિરાટ કોહલી મેદાન પરના અમ્પાયર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, છેલ્લી મેચમાં કે એલ રાહુલને જ્યારે બે અવાજ આવ્યા હતા ત્યારે તેને આઉટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કરોડોનો માલિક હતો આ ક્રિકેટર, હવે પાઈ-પાઈ માટે તરસી રહ્યો છે, પેન્શન પર જીવવા મજબૂર

આગાઉ રાહુલને આપ્યો હતો આઉટ

અહીં તમને જણાવી દઈએ કે પર્થ ખાતેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન જ્યારે કે એલ રાહુલ પહેલી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને શંકાના આધારે આઉટ આપવામાં આવ્યો હતો. જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. તે દરમિયાન રાહુલનું બેટ પેડ સાથે અથડાયું હતું. જ્યારે બોલ તેના બેટની નજીકથી નીકળી ગયો હતો. આના કોઈ નક્કર પુરાવા ન હોવા છતાં થર્ડ અમ્પાયરે સ્વીકાર્યું કે બોલ બેટ સાથે અથડાયો હતો અને રાહુલને આઉટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ જ કારણ હતું કે માર્શને આઉટ ન આપવાના કારણે કોહલીએ આ નિર્ણયની અમ્પાયરને યાદ અપાવી હતી.


Google NewsGoogle News