'ભાઈ તારા હાથ જોડું છું, મારી વાટ લાગી ગઇ...' રોહિત શર્માએ કેમેરા મેનને કેમ આવું કહ્યું?

Updated: May 18th, 2024


Google NewsGoogle News
'ભાઈ તારા હાથ જોડું છું, મારી વાટ લાગી ગઇ...' રોહિત શર્માએ કેમેરા મેનને કેમ આવું કહ્યું? 1 - image


Image: Facebook

Rohit Sharma: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહીં. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે હાર્દિક આશા પર ખરો ઉતર્યો નહીં. 

IPLની વચ્ચે રોહિત શર્મા અને કોલકાતાના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો ખૂબ વાયરલ થયો. આ વીડિયો સામે આવ્યા બાદ અટકળો લગાવાઈ રહી છે કે રોહિત મુંબઈનો સાથ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સની સાથે જોડાશે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ વીડિયો ડિલીટ કરી દીધો, પરંતુ ત્યાં સુધી ઘણા ચાહકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા હતા.

હવે રોહિત શર્માનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કેમેરામેનનો ઓડિયો મ્યૂટ કરવા માટે કહી રહ્યો છે. રોહિત હાથ જોડીને કહે છે, 'ભાઈ ઓડિયો બંધ કરો. એક ઓડિયોએ મારી વાટ લગાવી દીધી.

રોહિત હવે આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સાથે રહેશે કે નહીં, આ હજુ સ્પષ્ટ નથી પરંતુ છેલ્લા અમુક મહિનામાં જે પણ ઘટી રહ્યું છે. તેનાથી કદાચ રોહિત ખુશ નથી. રોહિત શર્માએ IPL 2024માં શરૂઆતી 7 મેચમાં રોહિતે 297 બનાવ્યા હતા અને તેની એવરેજ 49.5 નો હતો. પરંતુ આગામી 7 મેચમાં રોહિતના બેટથી લગભગ 120 રન આવ્યા.


Google NewsGoogle News