Get The App

IND vs AUS 1st T20 : ઓસ્ટ્રેલિયા સામે રિંકુ સિંહે ફટકાર્યો છગ્ગો છતાં મળ્યો 1 જ રન, જાણો શું છે મામલો

ભારતે પ્રથમ T20 મેચમાં બે વિકેટે રોમાંચક વિજય મેળવ્યો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
IND vs AUS 1st T20 : ઓસ્ટ્રેલિયા સામે રિંકુ સિંહે ફટકાર્યો છગ્ગો છતાં મળ્યો 1 જ રન, જાણો શું છે મામલો 1 - image


IND vs AUS 1st T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 બાદ પ્રથમ T20 મેચ ગઈકાલે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી જેમાં ભારતનો બે વિકેટે વિજય થયો હતો. આ મેચનું પરિણામ છેક છેલ્લા બોલ પર આવ્યું હતું જેમાં રિંકુ સિંહે છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, જો કે નિયમ મુજબ 6 રન ગણવામાં આવ્યા ન હતા.

મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી જેમાં ભારતનો બે વિકેટે  રોમાંચક વિજય થયો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા જેમાં જોશ ઈંગ્લિશે સદી ફટકારી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી અને ભારતીય ટીમે 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 209 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેચની છેલ્લી ઓવર ખુબ જ રોમાંચક રહી હતી જેમાં ભારતની ત્રણ વિકેટ પડી હતી અને રિંકુ સિંહે છેલ્લા બોલ પર છગ્ગો પણ ફટકાર્યો હતો, જો કે નિયમ મુજબ આ સિકસરને ગણવામાં આવી ન હતી.

રિંકુની સિક્સ પર 6 રન કેમ ન મળ્યા?

ભારતીય ટીમને મેચ જીતવા માટે છેલ્લા બોલ પર એક રનની જરુર હતી અને રિંકુ સિંહ સ્ટ્રાઈક પર હતો. જો તે આઉટ થયો હોત તો મેચ સુપર ઓવરમાં પહોંચી હોત પરંતુ એવું થયું નહીં. સીન એબોટના છેલ્લા બોલ પર રિંકુએ સિક્સર ફટકારી હતી, જો કે કમનસીબે આ છ રન રિંકુના કે ભારતના ખાતામાં ગણાયા ન હતા. સીન એબોટે જ્યારે છેલ્લો બોલ ફેંક્યો ત્યારે તેનો પગ ક્રીઝની બહાર જતો રહ્યો હતો અને અમ્પાયર દ્વારા તેને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આ કારણે રિંકુ સિંહની સિક્સ ગણવામાં આવી ન હતી અને ભારતીય ટીમઅને રિંકુ સિંહને છ રન મળ્યા ન હતા અને એક રન જ ગણવામાં આવ્યો હતો. આ સાથે જ ભારતે 19.5 ઓવરમાં જ વિજય મેળવ્યો હતો. જો ભારતને જીતવા માટે બે કે તેથી વધુ રનની જરુર હોત તો આ છ રન ભારતીય ટીમ તેમજ રિંકુ સિંહના ખાતામાં ગણાયા હોત.

છેલ્લી ઓવરનો રોમાંચ

19.1 - રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો

19.2 - રિંકુ સિંહે એક રન લીધો હતો

19.3 - અક્ષર પટેલ આઉટ

19.4 - રવિ બિશ્નોઈ રન આઉટ થયો

19.5 - અર્શદીપ સિંહ રન આઉટ, એક રન બનાવ્યો

19.5 - સીન એબોટના બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યો, એક રન થતા ભારતનો વિજય થયો

IND vs AUS 1st T20 : ઓસ્ટ્રેલિયા સામે રિંકુ સિંહે ફટકાર્યો છગ્ગો છતાં મળ્યો 1 જ રન, જાણો શું છે મામલો 2 - image


Google NewsGoogle News