Photos : MS ધોની નવા લુકમાં, બોલીવુડ હિરોને ટક્કર આપે એવી હેર સ્ટાઈલ, જુઓ તમે પણ

ચેન્નઈ સુપરકિંગ્સે ધોનીના નેતૃત્વમાં IPL 2023ની ટ્રોફી જીતી હતી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Photos : MS ધોની નવા લુકમાં, બોલીવુડ હિરોને ટક્કર આપે એવી હેર સ્ટાઈલ, જુઓ તમે પણ 1 - image
Image:Instagram

MS Dhoni New Hairstyle: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની(MS Dhoni New Look)નો નવો લુક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોની પોતાની હેરસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહ્યો છે. IPL 2023માં ચેન્નઈ સુપરકિંગ્સે ધોનીના નેતૃત્વ હેઠળ ટ્રોફી જીતી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ટ્રોફી જીત્યા બાદ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દેશે પરંતુ ધોનીએ IPL 2023 જીત્યા બાદ કહ્યું કે તે તેના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપશે અને IPLની હજુ એક સિઝન રમશે. 

આગામી IPLમાં T20 વર્લ્ડ કપ 2007ના લુકમાં જોવા મળશે ધોની?

IPL 2023 સમાપ્ત થયા બાદ ધોની લાંબા વાળમાં દેખાવા લાગ્યો અને એવું કહેવામાં આવવા લાગ્યું કે તે આગામી IPLની સિઝનમાં T20I વર્લ્ડ કપ 2007ના તેના લાંબા વાળવાળા લુકમાં રમતો જોવા મળશે. તે જયારે પણ લાંબા વાળ સાથે જોવા મળે છે આ પ્રકારની ખબરો વાયરલ થવા લાગે છે. પરંતુ હવે સચ સામે આવી ગયો છે કે ધોની કેમ આ લુકમાં જોવા મળી રહ્યો છે. ધોનીએ તેના લાંબા વાળ થોડાક નાના કરાવી લીધા છે અને તેનો લેટેસ્ટ લુક પણ જબરદસ્ત છે. જાણીતા હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે ધોનીના નવા લુકની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

ધોનીના લાંબા વાળ પાછળ શું છે રહસ્ય

આલિમ હકીમે ધોનીની તસવીરો શેર કરતા લખ્યું, 'ધોનીએ મને તેના એક ફેન દ્વારા બનાવેલી તસવીર બતાવી હતી અને તે તસવીર જોઈને હું એકદમ પાગલ થઈ ગયો હતો. પછી અમે એકબીજાને વચન આપ્યું કે ધોની તેના વાળ નહીં કપાવશે અને પછી હું તેના વાળ આ રીતે કાપીશ અને સ્ટાઇલ કરીશ. હું ધોનીના લાંબા વાળનો ખુબ મોટો ફેન રહ્યો છું.'

  Photos : MS ધોની નવા લુકમાં, બોલીવુડ હિરોને ટક્કર આપે એવી હેર સ્ટાઈલ, જુઓ તમે પણ 2 - image


Google NewsGoogle News