વર્લ્ડકપ જીત્યા રોહિત શર્માએ કેમ ખાધી મેદાનની ઘાસ? 13 વર્ષ પહેલા આ ખેલાડીએ પણ કર્યું હતું આવું
Why did Rohit Sharma Eat Field Grass: અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલ T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ આ બાદ ખિતાબ હાંસિલ કર્યો હતો. મેચ જીત્યા બાદ રોહિત શર્મા પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો ન હતો. અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પછી રોહિત પીચ પર જઇને ઘાસ ખાતા જોવા મળ્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે રોહિતે આવું કેમ કર્યું? વાસ્તવમાં રોહિતનું સપનું હતું કે તે આઈસીસી ટ્રોફી જીતે. આગાઉ બે વખત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિતે નોવાક જોકોવિચની જેમ પીચનું ઘાસ ખાધું હતું.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપનો તાજ જીત્યાં બાદ હવે ભવ્ય સ્વાગતની તૈયારી, જાણો ક્યારે ટીમ ઈન્ડિયા પરત ફરશે
જોકોવિચે 8 વખત આવું કર્યું
ટેનિસના દિગ્ગજ ખેલાડી નોવલ જોકોવિચે જયારે વિમ્બલ્ડનમાં રાફેલ નડાલને હરાવ્યો હતો. ત્યારબાદ નોવાકે ટેનિસ કોર્ટનું ઘાસ ખાધું હતું. જોકોવિચે 13 વર્ષ પહેલા SW19માં રાફેલ નડાલ સામેની જીત બાદ મેચ પછી જીતની ઉજવણી કરતા પહેલીવાર આવું કર્યું હતું. તેણે આ રીતે 8 વખત ઉજવણી કરી છે.
ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો
2018માં એક ઇન્ટરવ્યુ આપતા તેણે કહ્યું હતું કે, તે એક નાની પરંપરા છે. જ્યારે હું નાનો હતો ત્યારથી વિમ્બલ્ડન જીતવાનું સપનું જોતો હતો. જ્યારે તમે તે સપનાને હાંસલ કરો છો ત્યારે તમે ઉજવણી કરવા માટે કંઈક અલગ કરવા માંગો છો અને આ તેમાંથી એક હતું. હવે એવું માનવામાં આવે છે કે રોહિત શર્માએ પણ નોવાકની નકલ કરીને આવી ઉજવણી કરી છે.
રોહિતે ખાસ રીતે મનાવ્યો જશ્ન
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતીને રોહિતનું સપનું સાકાર થયું, ત્યારે ભારતીય રોહિતે આ રીતે ઉજવણી કરી હતી. તેણે પીચનું ઘાસ ખાધું અને આ જીત માટે ગ્રાઉન્ડનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત અને કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો છે.