મહાન બેટરે મહિના પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી, અફઘાનિસ્તાનના કેપ્ટને પણ આભાર માન્યો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
મહાન બેટરે મહિના પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી, અફઘાનિસ્તાનના કેપ્ટને પણ આભાર માન્યો 1 - image


Brian Lara Predicted Afghanistan in Semifinals: ક્રિકેટ જગતમાં એવા ઘણા દિગ્ગજ છે જેઓ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ભવિષ્યવાણી કરે છે કે કઈ ટીમ ટૂર્નામેન્ટ જીતી શકે છે અથવા સેમિ ફાઈનલ કે ફાઈનલમાં પહોંચી શકે છે. આ દરમિયાન જ્યારે હવે ICCની મોટી ટુર્નામેન્ટ T20 વર્લ્ડકપ જ્યારે હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યારે એવા ઘણા દિગ્ગજો ભવિષ્યવાણીઓ સામે આવી છે જે સાચી ઠરી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ લગભગ મહિના પહેલાં જ એક એવી ભવિષ્યવાણી કરી હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા અને તે હવે સાચી ઠરી. 

બ્રાયન લારાએ કઈ ભવિષ્યવાણી કરી હતી? 

ખરેખર હાલમાં T20 વર્લ્ડ કપ 2024 અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઈ રહ્યું છે. ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાની છે. લારાએ લગભગ એક મહિના પહેલા એટલે કે મે મહિનામાં જ આ ટૂર્નામેન્ટ વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી. લારાએ કહ્યું હતું કે ભારત, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની સાથે અફઘાનિસ્તાનની ટીમ પણ સેમિ ફાઈનલમાં પહોંચી શકે છે. 

અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઇતિહાસ 

જ્યારે તેણે અફઘાન ટીમનું નામ લીધું તો બધાને આશ્ચર્ય થયું. પરંતુ હવે અફઘાનિસ્તાનની ટીમે લારાના નિવેદનને સાચુ સાબિત કરીને ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશને હરાવીને અફઘાન ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. લારાએ મે મહિનામાં કહ્યું હતું કે, 'વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી શકે છે. ચોથા સ્થાન માટે મારો દાવ ડાર્ક હોર્સ અફઘાનિસ્તાન પર છે. મેં ગ્રૂપિંગ જોયું નથી, પરંતુ અફઘાનિસ્તાન ભૂતકાળમાં જેટલા વર્લ્ડકપ રમ્યું છે તે જોતાં આ ટીમ પ્રગતિના પંથે છે અને છેલ્લી ચાર ટીમમાંજગ્યા બનાવી શકે છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝને બદલે દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

અફઘાનિસ્તાનના કેપ્ટને પણ આભાર વ્યક્ત કર્યો હતો

અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચતા જ અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન રાશિદે કહ્યું, 'એક જ વ્યક્તિ છે જેણે કહ્યું હતું કે અમે સેમિ ફાઇનલમાં પહોંચી શકીએ છીએ અને તે છે બ્રાયન લારા. અમે તેમને સાચા સાબિત કર્યા. જ્યારે અમે તેમને વેલકમ પાર્ટીમાં મળ્યા ત્યારે મેં તેમને કહ્યું કે અમે તમારા વિશ્વાસ પર ખરા ઉતરીશું.


Google NewsGoogle News