VIDEO : પંતને આઉટ થતાં બચાવવા માટે સરફરાઝે જે કર્યું તે જોઈ આખી ટીમ હસવા લાગી
Sarfaraz Khan & Rishabh Pant : સરફરાઝ ખાને ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. પરંતુ આ સદી ફટકારતા પહેલા એક એવી ઘટના બની હતી. કે જેણે ફેન્સને ડાન્સ કરવાનો મોકો આપ્યો હતો. જેને જોઈને ડ્રેસિંગ રૂમમાં હાજર રોહિત શર્મા અને અશ્વિન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હકીકતમાં મેચ દરમિયાન રિષભ પંત અને સરફરાઝ ખાન વચ્ચે બીજો રન લેવા માટે મૂંઝવણ થઇ હતી. જેના કારણે પંત રનઆઉટ થતા બચી ગયો હતો. પંત બીજો રન લેવા માટે એવી રીતે દોડ્યો હતો કે તેણે નોન સ્ટ્રાઈક પર રહેલા સરફરાઝ તરફ જોયું પણ નહોતું અને તે સામેની તરફ દોડી રહ્યો હતો. તે જ સમયે પંતને રોકવા માટે સરફરાઝે જે કંઈ પણ કર્યું તેની હવે ચર્ચા થઈ રહી છે. જ્યારે પંત વારંવાર વિનંતી કરવા છતાં રોકાતો ન હતો, ત્યારે સરફરાઝે પિચ પર કૂદવાનું શરૂ કરી દીધું હતું. અને તે પંતને જોરથી રન ન લેવાનું કહી રહ્યો હતો. અંતે સરફરાઝનો અવાજ પંતના કાને પહોંચ્યો અને તે ઝડપથી તેની ક્રિઝની અંદર પાછો ફર્યો હતો.
જો કે ફિલ્ડરે થ્રો યોગ્ય કર્યો ન હતો. અને વિકેટકીપર પણ સ્ટમ્પથી દૂર હતો. જેના કારણે પંત રન આઉટ થતા બચી ગયો હતો. પરંતુ સરફરાઝે જે રીતે પિચ પર કૂદીને પંતને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે જોઈને રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પંતે સરફરાઝની આ હરકતને 'રેન ડાન્સ' ગણાવી છે.
આ પહેલા સરફરાઝે કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 46 રન બનાવી શકી હતી. ત્યારબાદ કિવી ટીમે 402 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને ભારત પર 356 રનની લીડ મળી હતી. પછી બીજી ઇનિંગ માટે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 462 રન કરી આઉટ થઇ ગઈ હતી. અને ભારતે ન્યુઝીલેન્ડ જીતવા માટે 107 રનનું લક્ષ્ય આપ્યું હતું.