T20માં કોણ બનશે કાયમી કેપ્ટન? રેસમાં હાર્દિક પંડ્યાને જોરદાર ટક્કર આપી રહ્યો છે આ ખેલાડી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News


T20માં કોણ બનશે કાયમી કેપ્ટન? રેસમાં હાર્દિક પંડ્યાને જોરદાર ટક્કર આપી રહ્યો છે આ ખેલાડી 1 - image

Team India New T20I Captain: T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હાલમાં T20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની તલાશમાં છે. તેની શરૂઆત ઝિમ્બાબ્વે પ્રવાસથી થઈ. અહીં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. તેથી યુવા બેટ્સમેન શુભમન ગીલને કેપ્ટન્શીપ સોંપવામાં આવી હતી. હવે સવાલ એ છે કે શું શુભમન ગિલ કેપ્ટન તરીકે સિનિયર ખેલાડીઓ માટે માત્ર એક વિકલ્પ હતો કે પછી BCCIનો તેના માટે કોઈ બીજો પ્લાન છે? જો કે ટીમ ઈન્ડિયાનો આ પ્રયોગ સફળ રહ્યો અને પહેલીવાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગીલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

T20માં કોણ બનશે કાયમી કેપ્ટન

સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી બેટથી સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલ માટે પોતાને સાબિત કરવાની આ મોટી તક હતી અને તેણે પોતાને સાબિત પણ કર્યો. આ સીરીઝની શરૂઆત ભારત માટે ઘણી ખરાબ રહી હતી ત્યારબાદ ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર ઘણા સવાલો પણ ઉઠ્યા પરંતુ સીરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ વાપસી કરી હતી. અહીંથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આખી સિરીઝમાં શાનદાર રહ્યું હતું.

શુભમન ગિલની વિસ્ફોટક બેટિંગ

ભારતે ઝિમ્બાબ્વેને 5 મેચની T20 સિરીઝમાં 4-1થી હરાવી દીધુ છે. આ સિરીઝમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. આ સાથે જ તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. શુભમન ગિલની એન્ટ્રી દિગ્ગજોની ખાસ લિસ્ટમાં થઈ ગઈ છે. વાસ્તવમાં શુભમન ગિલે 5 મેચમાં 170 રન બનાવ્યા હતા. આ સાથે જ હવે તેનું નામ વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે એક ખાસ લિસ્ટમાં જોડાઈ ગયુ છે. 

શુભમન ગિલે હાર્દિક પંડ્યાનું ટેન્શન વધાર્યું

પાંચમી અને છેલ્લી T20 મેચ બાદ શુભમન ગિલે કહ્યું કે, મને કેપ્ટનશીપ કરવાની મજા આવે છે. તેમાં હું ખુદને શ્રેષ્ઠ સાબિત કરી શકી છું. હું આખો સમય રમતમાં રહું છું. તે મારા વ્યક્તિત્વનો એક અલગ જ પક્ષ બહાર લાવે છે, જેનો હું મેદાન પર સંપૂર્ણ આનંદ માણુ છું. શુભમન ગિલ કેપ્ટન તરીકે ટી-20 સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં 231 રન સાથે વિરાટ કોહલી ટોપ પર છે.

વનડે અને ટેસ્ટમાં રોહિત શર્મા કેપ્ટન બન્યો રહેશે

વિરાટ કોહલીએ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં 231 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ 183 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં કેપ્ટન તરીકે 162 રન બનાવ્યા હતા, પરંતુ ગિલ હવે તેનાથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્મા વનડે અને ટેસ્ટમાં કેપ્ટન બન્યો રહેશે.

હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વચ્ચે ટક્કર

પરંતુ રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધા બાદ હવે હાર્દિક પંડ્યાને T20નો નવો કેપ્ટન જાહેર કરવામાં આવી શકે છે. બીજી તરફ ઋષભ પંત પણ કેપ્ટન બનવાના દાવેદારોમાં સામેલ છે. આ વચ્ચે સફળ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ મેનેજમેન્ટ ગિલના નામ પર પણ વિચાર કરી શકે છે. શુભમન ગિલ હવે IPLમાં પણ કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગત વર્ષે હાર્દિક પંડ્યા ટીમમાંથી ગયા બાદ ગુજરાત ટાઈટન્સે શુભમન ગીલને કેપ્ટનશીપ સોંપી છે.


Google NewsGoogle News