કોહલી-રોહિત-જાડેજાની ખોટ કોણ સાલશે? કમાન કોને મળશે? ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ દાવેદાર

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
કોહલી-રોહિત-જાડેજાની ખોટ કોણ સાલશે? કમાન કોને મળશે? ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ દાવેદાર 1 - image


Rohit Kohli jadeja Retirement: 29 જૂન 2024, આ એ તારીખ છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક બની ગઈ છે. આ દિવસે રોહિત શર્માની ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઉપરાંત આ એ જ દિવસ હતો જ્યારે વિરાટ કોહલીએ રોહિત સાથે મળીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.બંનેએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. 

ક્રિકેટ પ્રેમીઓને એક પછી એક ઝટકો 

જ્યારે ચાહકો આ ખિતાબની જીતની ઉજવણી કરી રહ્યા હતા, તે જ સમયે આ બંનેની નિવૃત્તિને લઈને પણ દુઃખી પણ હતા. આ બંનેની વિદાયના આઘાતથી ચાહકો બહાર આવે તે પહેલા જ બીજા દિવસે એટલે કે 30મી જૂને તેમને બીજો આંચકો લાગ્યો. આ વખતે સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આ રીતે ટાઈટલ જીત્યાના 24 કલાકમાં જ 3 સ્ટાર ભારતીય ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને ચાહકોને ચોંકાવી દીધા છે.

રોહિતની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ કોણ કરશે?

હવે રોહિત શર્મા ટી-20 ફોર્મેટમાં પોતાની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. તેનો અર્થ એ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હવે આ ફોર્મેટમાં નવો કેપ્ટન શોધવો પડશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કેપ્ટનશીપના દાવેદારોમાં સૌથી આગળ છે. 30 વર્ષીય પંડ્યાએ અત્યાર સુધી 16 મેચોમાં ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ કરી છે જેમાંથી તેણે 10 મેચ જીતી છે. જ્યારે 26 વર્ષના રિષભ પંતે 5માંથી 2 મેચ જીતી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવે 7 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાંથી તેણે 5માં જીત મેળવી છે. જોકે, પંડ્યા-પંત પછી 33 વર્ષનો સૂર્યા પણ દાવેદાર મનાઈ રહ્યો છે. 

રોહિત-કોહલીની જગ્યાએ કોણ હશે ઓપનર?

T20 વર્લ્ડ કપ 2024માં માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જ ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. જોકે તેમની જોડી સફળ થઈ નહોતી. કોહલી સમગ્ર સિઝનમાં ફ્લોપ રહ્યો હતો, જ્યારે રોહિતે ફાઇનલમાં હતાશ કર્યા હતા. જ્યારે કોહલીએ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. પરંતુ હવે આ બંનેની જગ્યાએ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ચાર્જ સંભાળી શકે છે. આ સિવાય ત્રીજા ખેલાડી તરીકે ઋતુરાજ ગાયકવાડ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આવી સ્થિતિમાં ઓપનિંગ જોડી શોધવી ભારતીય ટીમ માટે મોટું કામ નહીં હોય. પરંતુ એ પણ અલગ વાત છે કે કોહલી અને રોહિતની ખાલીપો ભરવા કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય પણ હશે.

કોહલી-રોહિત-જાડેજાની ખોટ કોણ સાલશે? કમાન કોને મળશે? ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ દાવેદાર 2 - image



Google NewsGoogle News