Get The App

કોણ છે વેંકટ દત્તા સાઈ? જેની સાથે લગ્ન કરશે પીવી સિંધુ, IPL સાથે છે કનેક્શન

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
કોણ છે વેંકટ દત્તા સાઈ? જેની સાથે લગ્ન કરશે પીવી સિંધુ, IPL સાથે છે કનેક્શન 1 - image

PV Sindhu to marry Venkat Dutta : બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે તેનો ભાવિ પતિ કોણ છે? શું કરે છે અને તેની કુલ સંપત્તિ કેટલી છે? અને તેનું IPL સાથે શું જોડાણ છે? આ તમામ પ્રશ્નોના જવાબો ચાલો જાણીએ.

કયારે યોજાશે લગ્ન સમારોહ?

29 વર્ષની પીવી સિંધુ ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 20 ડિસેમ્બરથી લગ્નની ઉજવણી શરૂ થશે. બંને 22મી ડિસેમ્બરે સાત ફેરા લેશે અને 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય લગ્નનું રિસેપ્શન પણ યોજાશે. સિંધુના પરિવારે આ અંગે જાણકારી આપી છે. સિંધુ જાન્યુઆરીથી તેની ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ સ્થિતિમાં તેમના લગ્ન ડિસેમ્બરમાં જ થશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

કોણ છે વેંકટ દત્તા સાઈ?

સિંધુના ભાવિ પતિ વેંકટ દત્તા સાઈ હૈદરાબાદના રહેવાસી છે. અને હાલમાં હૈદરાબાદમાં પોસાઈડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ એક આંત્રપ્રિન્યોર છે. જેમણે ફાઇનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. દત્તાએ સાઈ ફ્લેમ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં BBA કર્યું છે. આ સિવાય તેણે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બેંગ્લોરમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

કેટલી સંપત્તિ છે વેંકટ દત્તા પાસે?

વેંકટ દત્તા સાંઈની નેટવર્થ વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. કારણ કે અત્યાર સુધી તેઓ મોટાભાગે કામ કરતા હતા. આ સિવાય તે એક એન્જલ ઇન્વેસ્ટર પણ છે. તેમ છતાં તેની નેટવર્થ વિશે ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં પીવી સિંધુની નેટવર્થ 7.1 મિલિયન યુએસ ડોલર હતી. જે ભારતીય ચલણમાં આશરે 59 કરોડ રૂપિયા થાય છે.

વેંકટનું IPL સાથે કનેક્શન 

IPL સાથે પણ વેંકટ દત્તા સાઈનું કનેક્શન છે. તે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયેલો હોઈ શકે છે. કારણ કે તેણે તેના LinkedIn પર લખ્યું છે કે, તેણે JSW ગ્રુપ સાથે કામ કર્યું છે. આ કંપની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીની સહ-માલિક છે. તેણે પોતાની બાયોમાં લખ્યું છે કે, મેં ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં મારી BBAની ડિગ્રી IPL ટીમના સંચાલન કરવવા માટે ખુબ ઓછી છે. પરંતુ મેં આ અનુભવોમાંથી ઘણું શીખ્યું છે.' 

કોણ છે વેંકટ દત્તા સાઈ? જેની સાથે લગ્ન કરશે પીવી સિંધુ, IPL સાથે છે કનેક્શન 2 - image


Google NewsGoogle News