Get The App

મુંબઈમાં જન્મ, USAમાં એન્જિનિયર: કોણ છે સૌરભ નેત્રવલકર, જેણે પાકિસ્તાનને ધૂળ ચટાડી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં જન્મ, USAમાં એન્જિનિયર: કોણ છે સૌરભ નેત્રવલકર, જેણે પાકિસ્તાનને ધૂળ ચટાડી 1 - image


Saurabh Netravalkar: સૌરભ નેત્રવલકર એ નામ છે જેણે T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકા તરફથી રમતી વખતે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા પાકિસ્તાનને હરાવ્યું હતું. ગુરુવારે T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં અમેરિકાની ટીમે મોટો અપસેટ સર્જી સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં સૌરભે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેણે માત્ર 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના આધારે ICC T20 વર્લ્ડ કપના ગ્રુપ Aની ખૂબ જ રોમાંચક મેચમાં અમેરિકાની ટીમે 2009ની ચેમ્પિયન ટીમ પાકિસ્તાન સામે 5 રને જીત અપાવી. અત્યારસુધી અમેરિકા સતત બીજી મેચ જીતી છે.

અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું

ટોસ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા અને અમેરિકાને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનના 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલ (50 રન, 38 બોલ, સાત ચોગ્ગા, એક છગ્ગા)ની અર્ધસદી અને એન્ડ્રીસ ગૉસ (35)ની 68 રનની ભાગીદારી સાથે અમેરિકાએ 3 વિકેટમાં 159 રન ફટકારતાં મેચ ટાઈ થઈ હતી. એરોન જોન્સ (26 બોલમાં અણનમ 36) અને નીતીશ કુમારે (અણનમ 14) છેલ્લી ઓવરમાં 13 રન ફટકારીને મેચ ટાઈ કરાવી હતી. ત્યારબાદ અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું છે.

કોણ છે સૌરભ નેત્રવલકર?

અમેરિકાનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સૌરભ નેત્રવલકર મૂળ ભારતીય છે. સૌરભનો ભારત સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. તેનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં થયો હતો. તે સ્થાનિક સ્તરે મુંબઈ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. સૌરભ નેત્રવલકર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 2008-09માં રમાયેલી કૂચ બિહાર ટ્રોફીની 6 મેચમાં 30 વિકેટ લઈને સનસનાટી મચાવી હતી. તે 2010 અંડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમી ચૂક્યો છે. 2010ના અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને સંદીપ શર્મા જેવા ભારતીય ખેલાડીઓ સાથે પણ ક્રિકેટ રમી ચૂક્યો છે. 2010ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 9 વિકેટ લીધી હતી.

સોફ્ટવેર એન્જિનિયર તરીકે અમેરિકા સ્થળાંતર

સૌરભ નેત્રવલકરે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં ક્રિકેટ છોડવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકા સ્થાયી થયો હતો. જ્યાં અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓરેકલ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં પણ ક્રિકેટનો હિસ્સો રહ્યો છે. યુએસએ માટે અત્યાર સુધી તેણે 48 વનડે મેચોમાં 73 વિકેટ લીધી છે. 28 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27 વિકેટ લીધી છે.

  મુંબઈમાં જન્મ, USAમાં એન્જિનિયર: કોણ છે સૌરભ નેત્રવલકર, જેણે પાકિસ્તાનને ધૂળ ચટાડી 2 - image


Google NewsGoogle News