પાકિસ્તાનની બરબાદી માટે કોણ જવાબદાર, બાબર આઝમ કે PCB? શાહિદ આફ્રિદીએ કહ્યું વર્લ્ડકપ બાદ બધાની પોલ ખોલીશ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની બરબાદી માટે કોણ જવાબદાર, બાબર આઝમ કે PCB? શાહિદ આફ્રિદીએ કહ્યું વર્લ્ડકપ બાદ બધાની પોલ ખોલીશ 1 - image


Shahid Afridi:T20 વર્લ્ડ કપ 2024 પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધીનો સમય સારો સાબિત થયો છે. ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા સામે રમીને કરી હતી, જેમાં તેને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પાકિસ્તાન ટીમ ઈન્ડિયા સામે પણ બીજી મેચ હારી ગયું. 

ટીમની સતત બે હાર બાદ પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ સવાલો ઉઠાવી રહ્યા છે જેમાં શાહિદ આફ્રિદી પણ સામેલ છે. આફ્રિદીએ પાકિસ્તાન ટીમને ચેતવણી આપતા કહ્યું કે, તે વર્લ્ડ કપ પછી ખુલીને વાત કરશે.

આ દિવસોમાં ઘણા અહેવાલો છે કે, પાકિસ્તાન ટીમમાં કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે બધુ બરાબર નથી, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યા. 

આ અંગે આફ્રિદીએ કહ્યું કે, વર્લ્ડ કપ પછી તે એવા લોકોને જાહેર કરશે જેમણે પાકિસ્તાન ક્રિકેટને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

આફ્રિદીને શાહીન વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, "તે ઘણું બધું જાણે છે અને હું પણ, પરંતુ અમે ખુલીને વાત કરી શકતા નથી. હું વર્લ્ડ કપ પછી ખુલીને વાત કરીશ. આપણા જ લોકોએ આ યુનિટને બરબાદ કરી દીધું છે."

તેણે આગળ કહ્યું, "જો હું કોઈ વાતની વાત કરું તો લોકો કહેશે કે હું મારા જમાઈને સપોર્ટ કરું છું. જો કે, હું એવું નથી કરી રહ્યો. જો મારી દીકરી, દીકરો કે જમાઈ ખોટો હોય તો પણ હું તેમને ખોટો કહીશ."

પાકિસ્તાન vs કેનેડા 

આજે 11 જૂનના રોજ પાકિસ્તાનની ટીમ કેનેડા સામે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની આગામી એટલે કે ત્રીજી મેચ રમશે. સુપર-8માં સ્થાન મેળવવા માટે ટીમે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો બાબર સેના કેનેડા સામેની મેચ પણ હારી જશે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડશે.


Google NewsGoogle News