World Cup 2023 : સદી ફટકારી ઈંગ્લેન્ડને ધૂળ ચટાડનાર રચિનનું રાહુલ-સચિન સાથે આ છે કનેક્શન

રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ઓલરાન્ડ દેખાવ કર્યો

ન્યુઝીલેન્ડ માટે વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સદી ફટકારી ઈંગ્લેન્ડને ધૂળ ચટાડનાર રચિનનું રાહુલ-સચિન સાથે આ છે કનેક્શન 1 - image
Image : twitter

Who is Rachin Ravindra : અમદાવાદમાં ગઈકાલે વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમો વચ્ચે રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે (New Zealand beat England in first WC match) શાનદાર પ્રદર્શન કરીને નવ વિકેટે મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલા રચિન રવીન્દ્રએ (Rachin Ravindra performed brilliantly in his first wc match) જોરદાર ઈનિંગ રમીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો છે. 

મેચમાં રચિન રવિન્દ્રનું ઓલરાઉન્ડ પ્રદર્શન

ન્યુઝીલેન્ડ તરફથી વર્લ્ડ કપમાં પ્રથમ મેચ રમી રહેલા રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ઓલરાન્ડ (Rachin's all-round performance) પ્રદર્શન કરતા ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેણે માત્ર બેટથી નહીં પણ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા હેરી બ્રુકની મહત્વની વિકેટ ઝડપી હતી. આ સિવાય તે ન્યુઝીલેન્ડ માટે વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી (Rachin Scored fastest century in the ODI World Cup for New Zealand) બની ગયો છે તેણે 82 બોલમાં જ સદી ફટકારી હતી. રચિન કોહલી બાદ વર્લ્ડ કપમાં સૌથી યુવા વયે સદી ફટકારનાર ખેલાડી (Rachin also became the youngest player to score a century in the World Cup after Kohli) પણ બન્યો છે. રચિનની આંતરરાષ્ટ્રીય કારર્કિદીની પણ પ્રથમ સદી હતી.

કોણ છે રચિન રવિન્દ્ર? તેનું નામ કેવી રીતે પડ્યું?

રચિન રવિન્દ્રના પિતા રવિ કૃષ્ણમૂર્તિ સોફ્ટવેર એન્જિનિયર છે જે 90ના દાયકામાં ન્યુઝીલેન્ડ શિફ્ટ થયા હતા. રચિન રવિન્દ્રનો જન્મ 1999માં વેલિંગ્ટનમાં થયો હતો. રચિનના પિતા રવિને ક્રિકેટના મોટા પ્રશંસક છે અને સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ખુબ મોટા ફેન છે એટલે રચિનનો જન્મ થયો ત્યારે રવિએ તેનું નામ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના નામ પર રાખવાનું નક્કી કર્યું હતું અને તેમણે રાહુલના આર અને સચિનના ચિનને જોડીને નામ રાખવાનું નક્કી કર્યું હતું. આ રીતે 23 વર્ષીય ક્રિકેટરને રચિન નામ મળ્યુ હતું.

ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડે નવ વિકેટે કચડ્યું

વર્લ્ડ કપ 2023ની શરૂઆત શાનદાર રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા જેમાં જો રૂટે 77 રનની ઇનિંગ રમી હતી જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ડેવોન કોનવેએ 121 બોલમાં 19 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 152 રન અને રચિન રવિન્દ્રએ 96 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. આ બંનેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ છે અને બંનેએ આ ટુર્નામેન્ટમાં તેમની પ્રથમ મેચમાં જ જોરદાર પ્રદર્શન કર્યું છે.

World Cup 2023 : સદી ફટકારી ઈંગ્લેન્ડને ધૂળ ચટાડનાર રચિનનું રાહુલ-સચિન સાથે આ છે કનેક્શન 2 - image


Google NewsGoogle News