પાગલ છે કે શું... ચાલુ મેચમાં કોના પર ભડક્યો કુલદીપ યાદવ? પંતે વચ્ચે આવવું પડ્યું
Image: Facebook
IPL 2024: દિલ્હી કેપિટલ્સના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની ટીમના સાથી ખેલાડી પર ગુસ્સો કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો ગુજરાત ટાઈટન્સ વર્સેસ દિલ્હી કેપિટલ્સ IPL 2024ની 32મી મેચનો છે. ગુજરાતની ઈનિંગ દરમિયાન કુલદીપ યાદવ મુકેશ કુમાર પર ખરાબ થ્રો ના કારણે ગુસ્સો કરતો નજર આવી રહ્યો છે. આ મામલે કેપ્ટન ઋષભ પંતે શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો. દિલ્હી કેપિટલ્સે આ મેચમાં ગુજરાત ટાઈટન્સને 6 વિકેટથી હરાવીને સીઝનની ત્રીજી જીત નોંધાવી છે.
આ મામલો ગુજરાત ટાઈટન્સની ઈનિંગની 9મી ઓવરનો છે. કુલદીપ યાદવના પાંચમા બોલ પર જીટીના બેટ્સમેન રાહુલ તેવતિયા પોઈન્ટની દિશામાં શોટ રમીને એક રન ચોરવા ઈચ્છતાં હતાં. પરંતુ ત્યાં તૈનાત મુકેશ કુમાર ઝડપથી બોલની ઉપર આવ્યાં. આ દરમિયાન નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા અભિનવ મનોહર પોતાની ક્રીઝ છોડી ચૂક્યો હતો. કુલદીપ યાદવે મુકેશને પોતાની તરફ થ્રો કરવા માટે કહ્યું જેથી તે અભિનવને આઉટ કરી શકે. જોકે બોલ પકડતી વખતે મુકેશ કુમાર પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને તેણે ખોટો થ્રો ફેંકી દીધો. તેની આ ભૂલ પર કુલદીપ યાદવ ભડક્યો અને મેદાન પર કહેવા લાગ્યો પાગલ છે કે શું? કુલદીપ યાદવને ગુસ્સો કરતો જોઈને કેપ્ટન ઋષભ પંતે તેને શાંત કર્યો. પંતનો અવાજ સ્ટમ્પ માઈકમાં 'ગુસ્સો નહીં...ગુસ્સો નહીં' કહેતા કેદ થઈ ગયો.