હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ક્યાં છે? ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ પહેલા હરભજન સિંહનો સળગતો સવાલ
Image: Facebook
Border-Gavaskar Trophy: ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરેલી ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ ઊભા કરી દીધા છે. હરભજન સિંહનું આ નિવેદન આગમાં ઘી નું કામ કરી શકે છે. હરભજન સિંહે સવાલ ઉઠાવ્યો છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં કેમ પસંદ કરાયો નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સેલેક્ટર્સે મળીને નીતીશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે તક આપી છે. શાર્દુલ ઠાકુરને અવગણવામાં આવ્યો છે.
હરભજન સિંહના નિવેદને આગમાં ઘી નાખ્યું
ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાલે એટલે કે શુક્રવારથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી પર્થ ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં થનારી શરૂઆતી ટેસ્ટ પહેલા દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ભારતની ટીમ કોમ્બિનેશનને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હરભજન સિંહે નીતીશ કુમાર રેડ્ડીના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં મર્યાદિત અનુભવ પર જોર આપ્યુ. 21 વર્ષીય નીતીશ કુમાર રેડ્ડીએ 23 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેણે 21.05 ની સરેરાશથી 779 બનાવી છે અને 26.98 ની સરેરાશથી 56 વિકેટ લીધી છે.
હરભજન સિંહે સિલેક્શન પર ઊભા કર્યાં સવાલ
હરભજન સિંહે પર્થની પડકારપૂર્ણ પરિસ્થિતિઓમાં નીતીશ કુમાર રેડ્ડીને આટલી મોટી જવાબદારી સોંપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. હરભજન સિંહે શાર્દુલ ઠાકુરને અવગણવા પર ધ્યાન દોર્યું, જેણે 2020-21 ટેસ્ટ ટૂર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતની સિરીઝ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હરભજન સિંહે કહ્યું, 'તમારે ઓસ્ટ્રેલિયામાં હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડરની જરૂર હતી પરંતુ તમારી પાસે નીતીશ કુમાર રેડ્ડીને રમાડ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.'
આ પણ વાંચો: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા જસપ્રીત બુમરાહની મોટી જાહેરાત
શાર્દુલ ઠાકુર ક્યાં છે?
હરભજન સિંહે કહ્યું, 'શાર્દુલ ઠાકુર ક્યાં છે? હાર્દિક પંડ્યા ક્યાં છે? આપણે તેમને માત્ર નાના ફોર્મેટ્સ સુધી મર્યાદિત રાખ્યા. અચાનક આ રીતના પ્રવાસ પર તમે નીતીશ કુમાર રેડ્ડીથી બોલિંગ કરવા માટે કહી રહ્યાં છો.' હરભજને સૂચન કર્યું કે નીતીશ કુમાર રેડ્ડીની ભૂમિકા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બોલિંગ યોગદાનના સમાન હોઈ શકે છે. જેમાં મધ્યમ ગતિની અમુક ઓવર સામેલ છે અને સંભવિતરીતે મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરવામાં આવી શકે છે.
નીતીશ કુમાર રેડ્ડી પર આપ્યું મોટું નિવેદન
હરભજને કહ્યું, 'નીતીશ કુમાર રેડ્ડી સૌરવ ગાંગુલીની જેમ અમુક ઓવર બોલિંગ કરી શકે છે અને જો તેને 1-2 વિકેટ મળી જાય છે તો આ બોનસ હશે.' શુક્રવારે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ શરૂ થવાની છે. દરમિયાન ટીમની પસંદગીના દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠી રહ્યાં છે. પર્થ ટેસ્ટ માટે ભારતને ઝડપી બોલિંગ વિભાગ પર મોટો નિર્ણય લેવાની જરૂર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ રમવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ટેસ્ટ સિરીઝ 4-0 થી જીતવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આગામી વર્ષે 11 જૂનથી 15 જૂન સુધી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે સિરીઝ જીતી છે. ભારતે 2018-19 અને 2020-21 ના ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બંને તક પર કાંગારુ ટીમને 2-1 થી માત આપી હતી.