Get The App

ક્યારે થઈ હતી ટી 20 વર્લ્ડકપની શરૂઆત? ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી પહેલી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ક્યારે થઈ હતી ટી 20 વર્લ્ડકપની શરૂઆત? ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી પહેલી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 1 - image


Image: Facebook

First ICC Men's T20 World Cup: ટી20 વર્લ્ડ કપનું 9મું એડિશન 1 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં 20 ટીમો એકબીજા સાથે ટકરાશે. ટી20 વર્લ્ડ કપ 2024માં આ 20 ટીમોમાં 10 મોટી ટીમો સામેલ છે. જ્યારે 10 નાની ટીમો સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે રોમાંચ અને રફ્તારથી ભરેલી આ ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી. પહેલા ટી20 વર્લ્ડ કપ વિજેતા કોણ છે. 

પ્રથમ ટી20 વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં રમાયો હતો

પ્રથમ ટી20 વર્લ્ડ કપ 13 દિવસો સુધી રમાયો હતો. આ ટુર્નામેન્ટની પહેલી મેચ 11 સપ્ટેમ્બર 2007એ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલું કેપટાઉનનું ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું જેની ક્ષમતા 22 હજાર દર્શકોની હતી, બીજુ ડરબનનું કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમ હતું જેની ક્ષમતા 25 હજાર દર્શકોની હતી અને ત્રીજુ જોહાનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમ હતું જેની ક્ષમતા 34 હજાર દર્શકોની હતી. 

કયા-કયા દેશોએ પહેલો ટી20 વર્લ્ડ કપ રમ્યો?

13 દિવસ સુધી ચાલેલા ટી20 વર્લ્ડ કપમાં 12 દેશોની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં 10 મોટી ટીમો સામેલ હતી જે ટેસ્ટ મેચ રમતી હતી. આ સિવાય બે નાની ટીમો પણ આ પહેલા ટી20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટની મોટી ટીમો ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની સાથે-સાથે કેન્યા અને સ્કોટલેન્ડ જેવી નવી ઊભરતી ટીમો પણ સામેલ હતી.

પહેલો ટી20 વર્લ્ડ કપ કોણે જીત્યો?

ટી20 વર્લ્ડ કપ 2007ની પહેલી ફાઈનલ મેચ 24 સપ્ટેમ્બર 2007એ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાઈ હતી. આ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 20 ઓવર પણ મેદાન પર ટકી શક્યું નહીં. આખી ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. તે બાદ ભારતે પહેલો ટી20 વર્લ્ડ કપ 5 રનથી જીતી લીધો.

મેચ ટાઈ થવા પર એક નવો નિયમ બન્યો હતો

આ ટુર્નામેન્ટમાં ટાઈને ઉકેલવા માટે એક અનોખા નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિયમનું નામ બોલ-આઉટ હતું. આ નિયમ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચમાં ઉપયોગ થતો હતો.


Google NewsGoogle News