IPL 2024: નોકઆઉટ મેચ બાદ કોહલી અને ધોની વચ્ચે ડ્રેસિંગ રૂમમાં શું વાત થઈ?
Image: Facebook
MS Dhoni and Virat Kohli: આરસીબીના પ્લેઓફ્સમાં પહોંચ્યા બાદ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેની વચ્ચે શું વાતચીત થઈ હતી હવે રાજ પરથી પડદો ઉઠી ચૂક્યો છે. જાણકારી અનુસાર ધોનીએ વિરાટ કોહલીને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ધોનીએ કોહલીને કહ્યું હતું કે તેમણે IPL 2024ના ફાઈનલમાં પહોંચવું જોઈએ. માત્ર એટલું જ નહીં, ધોનીએ કોહલીને એ પણ કહ્યું કે તેમણે આ વર્ષે આ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીતવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આરસીબીએ ચેન્નઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવીને પ્લેઓફ્સ માટે ક્વોલિફાય કર્યું હતું.
ડ્રેસિંગ રૂમમાં થઈ હતી મુલાકાત
આરસીબી અને સીએસકેની આ મેચ 18 મે એ રમવામાં આવી હતી. મેચ બાદ ધોનીનું આરસીબી પ્લેયર્સ સાથે હાથ ન મિલાવવા મુદ્દે ખૂબ વિવાદ થયો હતો. જોકે બાદમાં વીડિયો ક્લિપ્સ આવી હતી જેમાં નજર આવી રહ્યું હતું કે ધોની મેદાનમાં સીએસકે પ્લેયર્સ સાથે લાઈનઅપ થયો હતો પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ખેલાડી જશ્નમાં એટલા મશગૂલ હતા કે તેમને એ વાતનો ખ્યાલ જ નહોતો રહ્યો કે સીએસકેના ખેલાડી મેદાનમાં ઊભા છે. જોકે બાદમાં આરસીબીના ઘણા ખેલાડી સીએસકેના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. વિરાટ કોહલીએ પણ એમએસ ધોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધોનીએ વિરાટ કોહલીને ટુર્નામેન્ટમાં ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક કહ્યુ. ધોનીએ કોહલીને ન માત્ર ફાઈનલ સુધી પહોંચવા પરંતુ ફાઈનલ જીતવાની પણ શુભકામનાઓ આપી છે.