ટી 20 વર્લ્ડકપ: પિચને લઈને જેનો ભય હતો એ જ થયું, સાચી પડી દ્રવિડની ભવિષ્યવાણી
Image: Facebook
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ઘણા ક્રિકેટર અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની પિચથી ખુશ નથી. લોકો સતત મેદાનની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ પણ આ મુદ્દે પોતાનો વિચાર મૂકી ચૂક્યા છે. તેમનું માનવું છે કે ત્યાંની જમીન થોડી નરમ અને સ્પંજી છે. જ્યાં તમે હેમસ્ટ્રિંગ અને પગ પર તેની અસર અનુભવી શકો છો.
વેસ્ટઈન્ડિઝ સામે પાપુઆ ન્યૂ ગિની મેચ દરમિયાન એ જોવા પણ મળ્યું. મેચ દરમિયાન બોલને રોકવાના પ્રયત્નમાં જ્યારે પાપુઆના ખેલાડીએ મેદાનમાં ડાઈવ લગાવી તો તેનો પગ જમીન ભીની હોવાના કારણે ફસાઈ ગયો.
ખેલાડીની ઈજાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે જ્યારે તે મેદાનમાં પડી ગયો ત્યારે થોડા સમય સુધી દુખાવાથી પરેશાન જોવા મળ્યો. આ દરમિયાન તે મેદાન પરથી ઉઠી પણ શક્યો નહીં અને બીજા ખેલાડીને બોલ ફેંકવો પડ્યો.
ખેલાડીને ઈજાગ્રસ્ત જોઈને ટીમના ફિઝિયો તાત્કાલિક મેદાનમાં આવ્યા અને તેમણે સારવાર શરૂ કરી. સારી વાત એ છે કે ક્રિકેટર ઈજાગ્રસ્ત થવા છતાં તેની રમત પર તેની કોઈ અસર ન પડી અને મેચ ચાલુ રહી.
વેસ્ટ ઈન્ડિઝને જીત મળી
ગુયાનામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને વિપક્ષી ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતું. મળેલા આમંત્રણનો સ્વીકાર કરતા પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 136 રન બનાવવામાં સફળ થઈ હતી.
વિપક્ષી ટીમ તરફથી મળેલા 137 રનના લક્ષ્યને મેજબાન ટીમે 1 ઓવર બાકી રહેતા 5 વિકેટના નુકસાન પર સરળતાથી પ્રાપ્ત કરી લીધું. ટીમની જીતમાં રોસ્ટન ચેઝ (42*)નું મહત્વનું યોગદાન રહ્યું. જે માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા.