IPL Auction : કમિન્સની એક ઓવરની કિંમત 36 લાખ રૂપિયા, સ્ટાર્કની એક બોલ ડીલીવરીની કિંમત જાણીને ચોંકી જશો
કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
Image:Twitter |
IPL Auction 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ગઈકાલે દુબઈમાં ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં તમામ રેકોર્ડ તોડીને કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી બોલી હતી. IPL 2023 સુધી કોઈ ખેલાડી 20 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી પણ શક્યો ન હતો અને IPL 2024ના ઓક્શનમાં બે ખેલાડીઓએ તેને પાર કર્યો હતો. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્ટાર્કના એક બોલ ફેંકવાની કિંમત 7.4 લાખ રૂપિયા
જો કોઈ બોલર લીગની તમામ 14 મેચો રમીને પોતાનો 4 ઓવરનો ક્વોટા પૂરો કરે છે, તો કુલ ફેંકવામાં આવેલા બોલની સંખ્યા 336 છે. આ મુજબ મિચેલ સ્ટાર્કના એક બોલની કિંમત 7.4 લાખ રૂપિયા જ્યારે પેટ કમિન્સના એક બોલની કિંમત 6.1 લાખ રૂપિયા છે. એટલે કે સ્ટાર્ક એક ઓવર માટે 44.4 લાખ રૂપિયા અને કમિન્સ એક ઓવર બોલિંગ માટે 36.6 લાખ રૂપિયા ચાર્જ કરશે.
સ્ટાર્કના એક મેચની ફી PSLના સૌથી મોંઘા ખેલાડીના વાર્ષિક પગાર જેટલી
મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સની જો ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો આ સ્થિતિમાં તેમને ક્વોલિફાયર અને એલિમિનેટર સહિત વધુ ત્રણ મેચ રમવા મળશે. આ રીતે 17 મેચ અને કુલ 408 બોલના હિસાબે એક બોલ ફેંકવાની સ્ટાર્કની ફી 6.1 લાખ રૂપિયા અને કમિન્સની એક બોલ ફેંકવાની ફી 5 લાખ રૂપિયા હશે. PSLનો સૌથી મોંઘો ખેલાડીનો વાર્ષિક પગાર 1.4 કરોડ રૂપિયા છે, જે સ્ટાર્ક માત્ર એક IPL મેચ રમીને કમાઈ શકે છે.