ભારત-દ.આફ્રિકા ફાઈનલ મૅચ પર મહત્વના સમાચાર, રમાશે કે નહીં?
image: IANS |
ફાઈનલમાં વરસાદની સંભાવના
બધાની નજર હવે બાર્બાડોસ ખાતે યોજાનારી ફાઈનલ મેચ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. મેચ વરસાદની સંભાવના 78 ટકા સુધીની છે. અને હવામાનમાં વાદળભર્યું રેહવાની સંભાવના છે.
આ પણ વાંચો: 10 વર્ષમાં 10 ICC ટુર્નામેન્ટ, દરેક વખતે ખિતાબ જીતતાં ચૂક્યાં, ભારત પાસે માયાજાળ તોડવાની તક
શું ફાઈનલ માટે રીઝર્વ-ડે રખાયો છે
હા, ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે શનિવારે મેચ નહીં રમાય તો રવિવારે રમાશે. આઈસીસીએ આ મેચ માટે 3 કલાક 10 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે.
બંને દિવસ વરસાદ પડશે તો ચેમ્પિયન કોણ?
જો શનિવાર અને રવિવાર બંને દિવસે ભારે વરસાદ પડે અને મેચ રદ થાય તો ટ્રોફી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વહેંચવામાં આવશે. એટલે કે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.