ટી20 વર્લ્ડકપ ફાઇનલ: બોલર્સ કે બેટર્સ? બાર્બાડોસમાં કોનું ચાલશે રાજ? જાણો પિચ રિપોર્ટ
T20 World Cup 2024 India vs South Africa Final: T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેન્સિંગ્ટન ઓવલ-બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમાવાની છે. વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. દક્ષિણ આફ્રિકાએ સતત 8 મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતે 8માંથી 7 મેચ જીતી છે. અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. જયારે દક્ષિણ આફ્રિકા પહેલી વખત ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શક્યું છે. પહેલીવાર ભારતે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2014માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ શ્રીલંકા સામે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
T20Iમાં બંને ટીમો વચ્ચે 26 મેચ રમાઈ છે. જેમાં ભારતે 14માં જીત મેળવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 11 મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે. જેમાં ભારતે 4માં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ 186 રન બનાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સૌથી વધુ 172 રન બનાવ્યા છે. 2022 T20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ ફાઈનલ: આજે મેચ રમાઈ શકશે કે નહીં? જાણો બ્રિજટાઉનમાં કેવું છે વાતાવરણ
ભારત સંભવિત પ્લીયિંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
દક્ષિણ આફ્રિકા સંભવિત પ્લીયિંગ 11
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા તોડશે કોહલીનો મહારેકોર્ડ, આટલા રન થતા જ રચાશે ઈતિહાસ
બાર્બાડોસ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પિચ પર બોલિંગ અને બેટિંગ બંનેને સમાન તકો મળે છે. આ પીચ પર ઝડપી બોલરોને મદદ મળે શકે છે. તેની સાથે બાઉન્સ પણ જોવા મળે શકે છે. મિડલ ઓવરોમાં સ્પિનરો પોતાનો જાદુ બતાવી શકે છે. પિચ પર પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 153 રન રહ્યો છે. આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ મેદાન પર કુલ 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂક્યા છે. જેમાં 19 વખત પહેલી બેટિંગ કરનાર ટીમ જીતી છે. જ્યારે 11 વખત લક્ષ્યનો પીછો કરતી ટીમ જીતવામાં સફળ રહી છે. આ મેદાન પર સૌથી વધુ રન 172 રન ચેઝ કરવાનો રેકોર્ડ છે. માટે મેચ હાઈ સ્કોરિંગ બની શકે છે.