વિરાટ કોહલી અને રોહિત શર્માની સંપત્તિ કેટલી છે, કોણ છે કમાણીમાં આગળ?
Virat Kohli- Rohit Sharma Net Worth: ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડકપ 2024 જીતી લીધો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. પહેલા રમતા ભારતીય ટીમે 176/7નો સ્કોર કર્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા અને લક્ષ્યાંકથી 7 રન ઓછા પડ્યા. આખી ટૂર્નામેન્ટમાં ભારત એકપણ મેચ હાર્યા વિના આ ખિતાબ જીતનારો પહેલો દેશ બની ગયો છે. જીત બાદ ટીમના ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. પરંતુ તે દરમિયાન રોહિતે ખેલાડીઓને ઉજવણી કરતા રોકી દીધા હતા.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં 76 રનોની ઈનિંગ રમીને વિરાટ કોહલી 'પ્લેયર ઓફ ધ મેચ' બની ગયો હતો, જયારે રોહિત શર્માએ શાનદાર કેપ્ટનશિપ કરી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો. જીતના જશ્ન દરમિયાન વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચને અલવિદા કહી દીધું હતું.
17 વર્ષ પછી વર્લ્ડ કપની શાનદાર જીત મેળવ્યા પછી રોહિત અને વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી એકસાથે નિવૃત્તિ જાહેર કરી છે, ત્યારે આવો જાણીએ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેનું નેટવર્થ કેટલું છે?
રોહિત શર્માની કુલ સંપત્તિ કેટલી છે?
રોહિત ગુરુનાથ શર્મા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. ક્રિકેટમાં તહેલકા મચાવનાર રોહિત શર્મા કમાણીની વાત કરીએ તો તે, એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની નેટવર્થ લગભગ $26 મિલિયન (રૂ. 215 કરોડ) છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત મેચ ફી, વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને લીગ ક્રિકેટ છે. રોહિત શર્માનો BCCI સાથે A+ કરાર છે. BCCI દ્વારા પૂરા પાડવામાં આવેલ 2022-2023 સીઝન માટે વાર્ષિક ખેલાડીઓના કરાર મુજબ રોહિતને 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે.
રોહિત શર્માનું કાર કલેક્શન
રોહિત શર્માને વનડે મેચ માટે 6 લાખ રૂપિયા, ટી-20 માટે 3 લાખ રૂપિયા અને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે. રોહિત શર્માની માસિક આવક 1.2 કરોડ રુપિયાથી પણ વધારે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસે પણ લક્ઝરી કારોનું કલેક્શન સાથે કેટલીક શાનદાર લક્ઝરી કાર પણ છે. રોહિત BMW, Audi, Porsche અને Mercedes Benz જેવી કારનો માલિક છે.
વિરાટ કોહલી કરે છે આટલી કમાણી
વિરાટ કોહલી ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, અને ક્રિકેટ દ્વારા જ તે કરોડોની કમાણી કરે છે, આ ઉપરાંત તે ઘણી કંપનીઓમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એટલું જ નહીં, વિરાટ કોહલીએ ઘણી કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે, જ્યાંથી તે ખૂબ મોટા પ્રમાણમાં રિટર્ન મેળવે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટર વિરાટ કોહલીનું નામ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે. રિપોર્ટ્સ મુજબ કોહલીનું કુલ નેટવર્થ લગભગ $127 મિલિયન એટલે કે લગભગ 1046 કરોડ રૂપિયા છે. કોહલીની સરેરાશ વાર્ષિક આવક લગભગ 15 કરોડ રુપિયા છે. જ્યારે એક મહિનામાં તેઓ લગભગ 1,25,00,000 રુપિયા કમાય છે. કોહલીની એક સપ્તાહમાં કમાણી 28,84,615 રૂપિયા અને એક દિવસમાં લગભગ 5,76,923 રૂપિયા છે. કમાણીની વાત કરીએ તો વિરાટ કોહલી વિશ્વના 100 સૌથી અમીર ખેલાડીઓમાં સામેલ છે.
વિરાટ કોહલીનું રોકાણ અને કાર કલેક્શન
કોહલીએ કરેલા વિવિધ રોકાણની વાત કરીએ તો, તેણે Blue Tribe, Chisel Fitness, Nueva, Galactus Funware Technology Pvt. Ltd, Sport Convo અને Digit જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ જો કોહલીની કાર કલેક્શન અંગે વાત કરીએ તો તેની પાસે Audi Q7 (લગભગ રૂ. 70 થી 80 લાખ), Audi RS5 (લગભગ રૂ. 1.1 કરોડ), Audi R8 LMX (લગભગ રૂ. 2.97 કરોડ), Audi A8L W12 Quattro (લગભગ રૂ. 1.98 કરોડ), લેન્ડ રોવર વોગ (આશરે રૂ. 2.26 કરોડ). ગાડીઓનો માલિક છે.