કિંગ કોહલીને શું થયું? 6 મેચમાં માત્ર આટલા રન ફટકાર્યા, બનાવ્યો શરમજનક રેકૉર્ડ
Image: Facebook
Virat Kohli: ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ ચારેય ટીમોની વચ્ચે ખિતાબી યુદ્ધ થશે. ભારતીય ટીમ ટી20નો ખિતાબ બીજી વખત જીતવાથી લગભગ 2 જ પગલાં દૂર રહી ગઈ છે. ટીમે અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે અજેય રહીને સેમિ ફાઈનલ સુધીની સફર નક્કી કરી છે.
ટીમની જીતમાં તમામ ખેલાડીઓનું યોગદાન છે, પરંતુ વિરાટ કોહલીના ફોર્મની ચિંતા સમગ્ર ટીમને પરેશાન કરી રહી છે. વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તે USA અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. દરમિયાન હવે ક્રિકેટ ચાહકો સવાલ કરી રહ્યાં છે કે આખરે વિરાટ કોહલીને શું થયું છે?
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં માત્ર 66 રન જ બનાવ્યાં છે. વિરાટ કોહલીનો આ વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર 37 રનનો છે. તેનો સ્ટ્રોઈક રેટ પણ લગભગ 100 નો જ રહ્યો છે. આખી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તે માત્ર 2 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી શક્યો છે.