પ્રેશર અને પોલિટીક્સ...: K L રાહુલે એવું તો શું કહ્યું કે હવે ટીમ ઈન્ડિયાના કોચ બનવા નથી માંગતા લેંગર
Image: Facebook
Justin Langer: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ જસ્ટિન લેંગરે ભારતીય ટીમને કોચ કરવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે આ નોકરીમાં ખૂબ પ્રેશર અને પોલિટીક્સ છે. આ વાત જસ્ટિને LSGના કેપ્ટન કેએલ રાહુલના હવાલાથી કહી છે. લેંગરે જણાવ્યું કે IPL દરમિયાન રાહુલે નોકરી સંબંધિત મુશ્કેલીઓને લઈને તેમને સારી સલાહ આપી હતી.
ભારતને કોચ કરવું એક શાનદાર કામ હશે પરંતુ હાલ આ મારા માટે નથી. હુ એ પણ જાણુ છુ કે આ એક મુશ્કેલ નોકરી છે અને ઓસ્ટ્રેલિયન ટીમની સાથે ચાર વર્ષ સુધી આ કામ કર્યા બાદ હુ કહી શકુ છુ કે આ થકવી દેનારુ છે. કેએલ રાહુલ સાથે થયેલી ચેટ વિશે જસ્ટિને કહ્યું જો તમને લાગે છે કે આઈપીએલ ટીમમાં પ્રેશર અને પોલિટીક્સ હોય છે તો ભારતને કોચિંગ આપવામાં તે હજાર ગણુ વધી જાય છે. મને લાગે છે કે આ એક સારી સલાહ હતી.
જસ્ટિન લેંગર અને કેએલ રાહુલે IPL 2024માં લખનૌ ટીમ માટે સાથે કામ કર્યું છે. સિઝનની શરૂઆતમાં ટીમનું પરફોર્મેન્સ સારુ રહ્યું પરંતુ બાદમાં તે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શક્યા નહીં. પોડકાસ્ટ દરમિયાન લેંગરને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં પણ ક્યારેય ટીમ ઈન્ડિયાને કોચ નહીં કરે. તેની પર લેંગરે કહ્યું, હુ ના પાડી શકતો નથી. જસ્ટિન લેંગરે ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાની ટીમને કોચિંગ આપ્યુ છે. તેમની અંડર ટીમને સેંડપેપર ગેટ કાંડ બાદ મુશ્કેલ સમયથી નીકળવામાં મદદ મળી. તેમના નેતૃત્વમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે એશેજ અને ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મેળવી.
ઉલ્લેખનીય છેકે જૂનમાં રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થવાનો છે અને બોર્ડ આ રોલ માટે ઉમેદવારોને શોધી રહ્યું છે. મે ની શરૂઆતમાં BCCIએ કોચની નોકરી માટે એપ્લિકેશન પણ જારી કર્યા હતા. BCCI સચિવ જય શાહે કહ્યું હતું કે બોર્ડ વિદેશી કોચને પણ હાયર કરી શકે છે. તે બાદથી જ કોચના રોલ માટે CSK કોચ સ્ટીફન ફ્લેમિંગ, દિલ્હી કોચ રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને ટોમ મૂડી જેવા નામ ચર્ચામાં આવવા લાગ્યા.