બ્રિજભૂષણ સિંહ પાસે જ રહેશે રેસલિંગ એસોસિયેશનની 'કમાન', સંજય સિંહ અનિતા શિયોરાનને હરાવી બન્યા નવા અધ્યક્ષ
આ ચુંટણીમાં કુલ 47 લોકોએ વોટિંગ કર્યું હતું
જેમાંથી સંજય સિંહને 40 વોટ મળ્યા હતા
Image:Social Media |
WFI Election : રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ સંજય સિંહ હશે. તે ગોંડાના ભાજપ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર છે. સંજય સિંહે આજે ચુંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી. કુલ 47 લોકોએ વોટિંગ કર્યું હતું. જેમાંથી સંજય સિંહને 40 વોટ મળ્યા હતા. અનિતાને માત્ર 7 વોટ જ મળ્યા હત. સંજય સિંહ WFIની અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો પણ એક ભાગ હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય મહાસંઘના સંયુક્ત સચિવ પણ હતા.
અનિતા શિયોરાનને આ દિગ્ગજ રેસલરનું મળ્યું હતું સમર્થન
અનિતા શિયોરાનને બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત દેશના દિગ્ગજ રેસલરનું સમર્થન મળ્યું હતું. તેઓએ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલરનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દિગ્ગજ રેસલરોએ દિલ્હીના જંતરમંતર પર બ્રિજભૂષણ શરણનો વિરોધ પણ કર્યો હતો. તેમણે માંગણી કરી હતી કે બ્રિજભૂષણના પરિવાર કે તેમના કોઈ સહયોગીને ચૂંટણી લડવા દેવી જોઈએ નહીં.
બ્રિજભૂષણને સંજય સિંહની જીતનો પહેલેથી જ વિશ્વાસ હતો
બ્રિજભૂષણના પુત્ર પ્રતીક અને તેના જમાઈ વિશાલ સિંહે આ ચુંટણીમાં ભાગ લીધો ન હતો. WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને તેમના વફાદાર સંજય સિંહની જીતનો પહેલેથી જ વિશ્વાસ હતો. ચૂંટણી પહેલા તેમણે નવા અધિકારીઓને રમતગમત માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને કોઈપણ નુકસાનની ભરપાઈ કરવા વિનંતી કરી હતી.
અધ્યક્ષ: સંજય કુમાર સિંહ
વરિષ્ઠ ઉપાધ્યક્ષ: દેવેન્દ્ર કાર્તિયાન
ઉપાધ્યક્ષ: જય પ્રકાશ, કરતાર સિંહ, અસિત કુમાર સાહ, ફોની
જનરલ સેક્રેટરી - પ્રેમચંદ લોચાબ
ખજાનચીઃ સત્યપાલ સિંહ દેશવાલ
સંયુક્ત સચિવ: શેટ્ટી, આરકે પુરુષોત્તમ,
કારોબારી સભ્યો: નેવીકુઓલી ખત્સી, પ્રશાંત રાય, રજનીશ કુમાર, ઉમેદ સિંહ