સર વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તૂટ્યો, વિન્ડિઝના વન-ડે ઇતિહાસમાં પહેલીવાર થયું આવું, ઈંગ્લેન્ડ શ્રેણી હાર્યું
Image Source: Twitter
West Indies vs England: વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને ત્રીજી વનડે મેચમાં હરાવીને સીરિઝ પર કબજો કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝે 3 મેચની વન-ડે સીરિઝ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડે મેચ 8 વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે 5 વિકેટે બાજી મારી લીધી હતી. ત્રીજી વન-ડે મેચ નિર્ણાયક હતી, જેને વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટથી પોતાના નામે કરી અને 3 મેચની વન ડે સીરિઝ જીતી લીધી.
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 8 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 263 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનર બેટ્સમેન ફિલિપ સોલ્ટ અને ડેન મૂસલીએ અડધી સદી ફટકારી હતી. ફિલિપે 74 રનની ઈનિંગ રમી હતી જ્યારે ડેન મૂસલીએ 53 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના સ્કોરનો પીછો કરતા યજમાન વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત શાનદાર રહી હતી. ટીમને પહેલો ઝટકો 7મી ઓવરમાં એવિન લુઈસના રૂપમાં લાગ્યો હતો પરંતુ ત્યારબાદ બ્રેન્ડન કિંગ અને કિસી કાર્ટીએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને 250ની પાર લઈ ગઈ હતી.
બંને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે રેકોર્ડ 209 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ દરમિયાન બ્રેન્ડન કિંગ અને કિસી કાર્ટી પોત-પોતાની સદી પૂરી કરવામાં સફળ રહ્યા. વેસ્ટ ઈન્ડિઝના વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે ઈંગ્લેન્ડ સામેની ODI મેચમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હોય. આ અગાઉ વર્ષ 2006માં ક્રિસ ગેલ અને ડીજે બ્રાવોએ સદી ફટકારી હતી.
આ પણ વાંચો: 400 વિકેટ અને 6000 રન બનાવી ભારતીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર કોઈએ કર્યું આ કારનામું
ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે મેચમાં સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝના 2 બેટ્સમેન
- ક્રિસ ગેલ (101) અને ડીજે બ્રાવો (112*) - અમદાવાદ 2006 (ચેમ્પિયન્સ ટ્રોફી)
- બ્રેન્ડન કિંગ (102) અને કિસી કાર્ટી (128*) - બ્રિજટાઉન 2024
બ્રેન્ડન કિંગ 102 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો જ્યારે કિસી કાર્ટીએ 128 રનની અણનમ ઈનિંગ રમી હતી. કિંગે પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કિસી કાર્ટીએ 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર સદીના કારણે કિસી કાર્ટીએ ઇતિહાસ રચી દીધો. હકીકતમાં કિસી કાર્ટીએ પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ રીતે તે વેસ્ટ ઈન્ડિઝના વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સદી ફટકારનાર સિન્ટ માર્ટેનનો પ્રથમ ક્રિકેટર બન્યો.
આટલું જ નહીં કિસી કાર્ટીએ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. કિસી વન ડાઉન ઓર્ડરમાં આવીને બેટિંગ કરવા આવીને વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સ્કોર બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિવિયન રિચર્ડ્સના નામે હતો, જેમણે વર્ષ 1976માં અણનમ 116 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના વન ડાઉન બેટર દ્વારા ઈંગ્લેન્ડ વિરુદ્ધ સર્વોચ્ચ વન-ડે સ્કોર
138*- વિવિયન રિચર્ડ્સ- લોર્ડ્સ 1979 (WC)
128*- કિસી કાર્ટી- બ્રિજટાઉન 2024
119*- વિવિયન રિચર્ડ્સ- સ્કારબોરો 1976
116*- શિવનારાયણ ચંદ્રપોલ- એજબેસ્ટન 2007
112*- ડીજે બ્રાવો- અમદાવાદ 2006 (CT)