કોહલી-રોહિતના સપોર્ટમાં આવ્યા ક્લાઈવ લોયડ, કહ્યું- 'ટીમમાં માત્ર યુવાનોને ન ભરી શકીએ'

વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ T20I મેચમાં ભારતીય ટીમનો ભાગ બની શક્યો ન હતો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
કોહલી-રોહિતના સપોર્ટમાં આવ્યા ક્લાઈવ લોયડ, કહ્યું- 'ટીમમાં માત્ર યુવાનોને ન ભરી શકીએ' 1 - image
Image:File Photo

Clive Lloyd Supported Rohit And Virat Inclusion In T20 World Cup : વેસ્ટ ઇન્ડિઝના મહંદ ક્રિકેટર ક્લાઈવ લોયડે T20 World Cup 2024 માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કરવાના નિર્ણયનો સમર્થન કરતા કહ્યું, “આ બંનેનો અનુભવ મહત્વપૂર્ણ રહેશે કારણ કે માત્ર યુવા ખેલાડીઓથી ટીમને ભરવી તે સમજદારી નથી.” ભારતીય પસંદગીકારોએ હાલમાં આ બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20I સીરિઝ માટે પસંદ કર્યા છે. જેથી આ બંને ખેલાડીઓ હવે T20 ફોર્મેટની યોજનાઓમાં પણ સામેલ છે એવા સંકેતો મળી રહ્યા છે.

માત્ર યુવા ખેલાડીઓને ટીમમાં નથી ભરી શકતા - ક્લાઈવ લોયડ

ક્લાઈવ લોયડે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, “તમે તમારી સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવા માંગો છો તો માત્ર યુવા ખેલાડીઓને ટીમમાં નથી ભરી શકતા. તમને અનુભવ પણ જોઈએ.” બે વખત વિશ્વ વિજેતા રહેલી ટીમના કેપ્ટન ક્લાઈવ લોયડે વધુમાં કહ્યું, “કોહલી હજુ પણ શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. રોહિત કેપ્ટન તરીકે ઘણો સારો છે. તેથી તમે તમારી શ્રેષ્ઠ ટીમ પસંદ કરો. તમારી પાસે કેટલાક યુવા ખેલાડીઓ પણ હશે કારણ કે તમારી પાસે અહીં ઘણા ક્રિકેટરો છે અને તેઓ જૂના ખેલાડીઓની જગ્યા લઈ રહ્યા છે. આવું જ થવું જોઈએ. પરંતુ મને વિશ્વાસ છે કે તમારી ટીમ મજબૂત હશે.”

ભારતીય ક્રિકેટરો વધારે ક્રિકેટ રમી રહ્યા છે જેથી રમતમાં તેઓની રુચિ ઓછી થઇ શકે

લોયડે ભારતીય ટીમમાં શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને તેના ફેવરિટ બેટ્સમેન તરીકે પસંદ કર્યા અને કહ્યું, ''મને ગિલ ગમે છે, તે એક સારો ક્રિકેટર લાગે છે અને શ્રેયસ અય્યર પણ સારો ક્રિકેટર લાગે છે. ભારતમાં અત્યારે ઘણા ક્રિકેટરો છે.” જો કે તેમને લાગે છે કે ભારતીય ક્રિકેટરો વધારે ક્રિકેટ રમી રહ્યા છે જેથી રમતમાં તેઓની રુચિ ઓછી થઇ શકે છે. તેઓએ કહ્યું, “મને લાગે છે કે ટીમ ઘણી સારી છે અને જો તેઓ આ રીતે રમતા રહેશે તો તેઓ સારું પ્રદર્શન કરશે. પરંતુ સમસ્યા એ છે કે તેઓ કદાચ વધુ પડતું ક્રિકેટ રમી રહ્યા છે જેના કારણે રસ ઓછો થઈ શકે છે.”

કોહલી-રોહિતના સપોર્ટમાં આવ્યા ક્લાઈવ લોયડ, કહ્યું- 'ટીમમાં માત્ર યુવાનોને ન ભરી શકીએ' 2 - image


Google NewsGoogle News