Get The App

9 કિલો ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ઝડપાયો આ ક્રિકેટર, 2024માં બન્યો હતો કેપ્ટન

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
Nicholas Kirton


Nicholas Kirton arrested: હાલ IPL 2025 ચાલી રહ્યું છે, એવામાં બાર્બાડોસથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કેનેડા ટીમના સ્ટાર બેટર નિકોલસ કિર્ટનની પોલીસે ધરપકડ કરી લીધી છે. નિકોલસ બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયો હતો અને તેની પાસેથી 9 કિલો ડ્રગ્સ (કેનાબીસ) મળી આવ્યું હતું.

9 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયો નિકોલસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિકોલસ 20 પાઉન્ડ (લગભગ 9 કિલો) ગાંજો લઈ જઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, કેનેડામાં 57 ગ્રામ સુધી ગાંજો રાખવો ગુનો માનવામાં આવતો નથી, પરંતુ તેને જાહેરમાં લઈ જવાની મંજૂરી પણ નથી. નિકોલસ પાસે લિમીટ કરતા 160 ગણો વધુ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

શું નિકોલસ ફરીથી ટીમનો ભાગ બનશે?

નિકોલસની ધરપકડ બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તે ફરીથી કેનેડાની ટીમનો ભાગ બની શકશે કે નહીં? નોર્થ અમેરિકા કપમાં તેની રમવાની તક ઘટી ગઈ છે. આ ટુર્નામેન્ટ 18મી એપ્રિલથી શરૂ થશે.

નિકોલસ કિર્ટન કોણ છે?

નિકોલસ કિર્ટન એક ડાબોડી ઓલરાઉન્ડર છે જે સારી બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરી શકે છે. બાર્બાડોસમાં જન્મેલા નિકોલસ અંડર-17 અને અંડર-19 લેવલ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી.

આ પણ વાંચો: 'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ બેટર

નિકોલસ કિર્ટનના મમ્મી કેનેડાના હતા, તેથી તે કેનેડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ માટે રમવા માટે લાયક હતો. તેણે 2018 માં ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું હતું અને 2024 માં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં નિકોલસને તમામ ફોર્મેટમાં કેનેડાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી.

કેવી છે નિકોલસની ક્રિકેટ કારકિર્દી?

નિકોલસે તેના ઇન્ટરનેશનલ કરિયરમાં અત્યાર સુધી 21 વનડે રમી છે, જેમાં તેણે 514 રન બનાવ્યા છે. તેણે 28 T20 મેચમાં 627 રન બનાવ્યા છે.

9 કિલો ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ઝડપાયો આ ક્રિકેટર, 2024માં બન્યો હતો કેપ્ટન 2 - image

Tags :