IND vs NZ : બેંગલુરુમાં મુશળધાર વરસાદ વચ્ચે આવતીકાલે પૂણેમાં કેવું રહેશે હવામાન, જાણો IMDની લેટેસ્ટ અપડેટ
Representative Image |
IND vs NZ-2nd Test Match , Weather Update : ન્યૂઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં મળેલી કારમી હાર બાદ પૂણે ખાતેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીત મેળળવા માટે મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલૅન્ડે પહેલી ટેસ્ટમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. હવે સીરિઝની બીજી મેચ 24 ઑક્ટોબર ગુરુવારથી શરુ થઈ રહી છે.
છેલ્લી બે મેચોને જોતાં દરેકના મનમાં એક જ સવાલ છે કે, શું પૂણે ટેસ્ટ મેચ પણ વરસાદથી પ્રભાવિત થશે? આ પહેલા બાંગ્લાદેશ સામેની કાનપુર ટેસ્ટ મેચમાં વરસાદના કારણે લગભગ 3 દિવસની રમત રમાઈ શકી ન હતી. જ્યારે ગયા અઠવાડિયે જ બેંગલુરુ ટેસ્ટ મેચમાં વરસાદને કારણે એક આખો દિવસ વેડફાઈ ગયો હતો. હાલમાં જ પૂણેમાં ભારે વરસાદ થયો છે.
તાજેતરના સમયમાં પૂણેમાં વરસાદ થયો છે. 22મી ઑક્ટોબર મંગળવારના રોજ દિવસભર વાતાવરણ એકદમ સારું રહ્યું હતું અને બંને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી. પરંતુ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જો કે બુધવારે પણ હવામાન સારું રહ્યું હતું અને ભારત અને ન્યૂઝીલૅન્ડે MCA સ્ટેડિયમમાં એક પછી એક પ્રેક્ટિસ કરી હતી. રાહતની વાત એ છે કે ગુરુવારે પણ સ્થિતિ એવી જ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર 24 ઑક્ટોબરે પૂણેમાં વરસાદની કોઈ શક્યતા નથી. જો કે સવારથી જ હળવા વાદળો જોવા મળી શકે છે. પરંતુ વરસાદ પડવાની કોઈ આગાહી નથી. 25 ઑક્ટોબરે એટલે કે મેચના બીજા દિવસે હવામાન આવું જ રહેવાની આગાહી છે.