Get The App

હવે અહીં ક્યારેય નહીં રમીએ...: ભારતના આ સ્ટેડિયમથી નારાજ થઈ અફઘાનિસ્તાનની ટીમ, જાણો કેમ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
હવે અહીં ક્યારેય નહીં રમીએ...: ભારતના આ સ્ટેડિયમથી નારાજ થઈ અફઘાનિસ્તાનની ટીમ, જાણો કેમ 1 - image
Image Twitter 

Afghanistan vs New Zealand Test in Greater Noida Stadium: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને ન્યુઝીલેન્ડ સામે તેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ 9 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

પરંતુ મેચના પહેલા જ દિવસે ભારે વરસાદન પડ્યો હતો. જેથી ભીના આઉટફિલ્ડને કારણે રમત શરૂ ન થઈ શકી. મેચના પહેલા દિવસે એકપણ બોલ ફેંકાયા વગર ધોવાઈ ગયો હતો. ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધિકારીઓએ સ્ટેડિયમમાં પડેલી અસુવિધાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. 

તમને જણાવી દઈએ કે,અફઘાનિસ્તાનની ટીમ પોતાની સ્થાનિક  મેચો માત્ર ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમે છે. આ ટીમ ભારતમાં 3 સ્થળો, ગ્રેટર નોઈડા, લખનૌ અને દેહરાદૂનમાં રમે છે. 

'ગ્રેટર નોઈડામાં ક્યારેય મેચ રમવા નહીં આવવીએ'

મીડિયા સાથે વાત કરતા અધિકારીએ કહ્યું કે, "અમારી ટીમ આ સ્ટેડિયમની વ્યવસ્થાથી બિલકુલ ખુશ નથી અને હવે ફરી ક્યારેય અમે આ સ્ટેડિયમમાં રમવા નહીં આવીએ. આ ઉપરાંત અફઘાનિસ્તાનના ખેલાડીઓ અહીં ખાવાથી લઈને ટ્રેનિંગ સુવિધાઓથી ખુશ નથી."

ACB અધિકારીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં કોઈ સુવિધા નથી, અમે ફરી ક્યારેય અહીં નહીં આવીએ, લખનૌ અમારી પ્રાથમિકતા હશે. આ સ્ટેડિયમમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. આ એક સંપૂર્ણપણે અવ્યવસ્થિત જગ્યા છે.'

કેપ્ટને સારું મેદાન મળવાની આશા વ્યક્ત કરી

અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પણ વધુ સારું સ્થળ મળવાની આશા વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું કે જો એકવાર અમને સારું સ્થળ મળી જશે તો પછી ત્યાં જ રહીશું. શાહિદીએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "ભારત અમારું ઘર છે. જ્યારે અમે ટીમોની યજમાની કરીએ છીએ ત્યારે અન્ય દેશો અમારા કરતાં વધુ ક્રિકેટ રમે છે."

કેપ્ટન શાહિદીનું આ કહેવું હતું કે, અમને આશા છે કે, ભારતમાં સારું સ્થાન મળશે, અને અમે ત્યાં જ રહીશું. મને લાગે છે કે જો આપણે એક સ્થળે ટકી રહીએ તો એ અમારા માટે વધુ હિતાવહ રહેશે. 


Google NewsGoogle News